________________
૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
એટલું જ નહિ પરંતુ અંગ્રેજીમાં ટિપ્પણો આપીને અને પરિશિષ્ટાદિ રચીને એને ઘણો ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ બનાવ્યો છે. એમનું સમસ્ત લખાણ છ વિભાગમાં ઈ. સ. ૧૯૩૧થી ઈ. સ. ૧૯૬૨ના ગાળામાં પ્રસિદ્ધ કરાયું છે. પ્રથમ વિભાગ સચિત્ર છે. છ યે વિભાગમાં નામો અને વિષયોની સૂચી,
સંસ્કૃત ભાષાના વિરલ શબ્દો ઇત્યાદિ સામગ્રી પિરસાઈ છે. P ૪૮ -
સુયોગ અને સહયોગ – સમર્થ નૃપતિનો આશ્રય મળે એટલે સમુચિત સાધનો મળી રહે અને તેમ થતાં તો પ્રતિભાશાળી કવિ સબળ રચના કરી શકે તો પછી બળે નરપતિ જેમને પૂજ્ય ગણી જેમના જાણે આશ્રિત બને અને જેમના પ્રતિભાસંપન્ન શિષ્યો જેમને સહાય કરવા સદા ઉત્સુક રહે અને તેમ કરે તેમ જ પ્રબળ પુરોગામીઓ તરફથી મહામૂલ્યશાળી વારસો મેળવવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય તેવા પુણ્યપ્રતાપી ગુણગ્રાહી સૂરિવર્યને હાથે લોકના કલ્યાણાર્થે સાહિત્યનું ક્ષેત્ર ચારે બાજુથી બરાબર ઊંડું ખેડાય તો તેમાં શી નવાઈ ?
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ૭) – આ ગદ્યાત્મક કૃતિના કર્તા પણ કલિ. હેમચન્દ્રસૂરિ છે.
ત્રિષષ્ટિસાર (લ. વિ. સં. ૧૪૫૦) – આ વજસેને રચેલો પ્રબંધ છે એમ એમના શિષ્ય હરિષણકૃત કપૂરપ્રકરના અંતિમ પદ્ય ઉપરથી જાણી શકાય છે. આની એકે હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત પ્રબંધ હૈમ ત્રિષષ્ટિ ના સારરૂપ છે કે કેમ, એ સંસ્કૃતમાં છે કે પાઇયમાં અને એ બૃહત્ કૃતિ છે કે નહિ એ પ્રશ્નોના ઉત્તર મેળવવા બાકી રહે છે.
લઘુ-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (લ. વિ. સં. ૧૭૨૫) – આ પ૦૦૦ શ્લોક જેવડા કાવ્યના કર્તા "મેઘવિજયગણિ છે. એઓ કૃપાવિજયના શિષ્ય થાય છે. [આ પ્રદ્યુમ્નસૂરિ સંપાદિત આ ગ્રંથનું પ્રકાશન “શ્રુતજ્ઞાન પ્ર. સભાએ” સં. ૨૦૪૯માં કર્યું છે. આમાં કેટલીક ઘટનાઓ ત્રિ.શ.પુ.થી વધારે છે.] એમણે વ્યાકરણને અંગે પ્રક્રિયા-ગ્રન્થો તરીકે હૈમકૌમુદી યાને ચન્દ્રપ્રભા, હૈમશબ્દચન્દ્રિકા અને હૈમશબ્દપ્રક્રિયા એ ત્રણ કૃતિઓ રચી છે. જ્યોતિષના ગ્રંથો તરીકે "ઉદયદીપિકા, પ્રશ્નસુન્દરી, ૧. આ વિભાગોમાં અનુક્રમે પર્વ ૧, ૨-૩, ૪-૫, ૬-૭, ૮-૯ અને ૧૦નો અનુવાદ અપાયો છે. આ છે
યે વિભાગો “ગા. પી. ઝં.”ના ગ્રંથાંક ૫૧, ૭૭, ૧૦૮, ૧૨૫, ૧૩૯ અને ૧૪૦ તરીકે અનુક્રમે ઈ.
સ. ૧૯૩૧, ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૪, ૧૯૬૨ અને ૧૯૬૨માં પ્રકાશિત કરાયા છે. ૨. આમાં ઋષભદેવની પ્રતિકૃતિ, મનુષ્યલોકનું અઢી દ્વીપનું આલેખન તેમ જ ૨૪ તીર્થકરોનાં લાંછનો,
તીર્થકરોની માતાઓને આવતાં ૧૪ સ્વપ્નો અને ૮ મંગળનાં ચિત્રો છે. આમ આમાં એકંદર પાંચ “પ્લેઈટ’
(plate) 9. ૩. “કવિ' હેમચન્દ્રસૂરિના સભા-સ્થાનનું જે રોમાંચક વર્ણન પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૨૮૨–૨૮૪)માં અપાયું
છે તે અહીં વિચારી લેવું. ૪. આ “ક્ષાન્તિસૂરિ જૈન ગ્રન્થમાલા”માં વિ. સ. ૧૯૯૬માં પ્રકાશિત છે. [આ. શુભંકરસૂરિએ સંકલન કર્યું
જણાય છે.] ૫. એમની અન્ય કૃતિઓ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩, ૨૦૧, ૨૧૪, ૨૧૬, ૨૧૯, ૨૨૩
અને ૨૩૪) ૬, આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩-૮૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org