________________
૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P ૩૨
(સતીર્થ્ય) અને “શ્રીપાલદેવના પ્રશિષ્ય થાય છે. એઓ દ્રાવિડ’ કે ‘દ્રમિલ' સંઘની “નંદિ સંઘની “અરુંગલ’ શાખાના આચાર્ય હતા. એઓ પ્રખર વૈયાકરણ અને પ્રબળ તાર્કિક તેમ જ ભવ્ય-સહાયક મનાય છે.' એમણે નીચે મુજબની અન્ય કૃતિઓ રચી છે :(૧) એકીભાવસ્તોત્ર – આનો પ્રારંભ “એકીભાવ ગત”થી થતો હોવાથી આનું આ નામ પડ્યું છે. એમાં ૨૬ પડ્યો છે. ૨૬મું પદ્ય આત્મપ્રશંસારૂપ છે એટલે એ કર્તાનું હોઈ શકે નહિ. (૨) ન્યાયવિનિશ્ચયવિવરણ – આ અકલંકકૃત ન્યાયવિનિશ્ચય ઉપરનું ૨૦OO૦ શ્લોક જેવડું વિવરણ છે. (૩) પ્રમાણનિર્ણય – આ પ્રમાણ, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમ એ નામના ચાર અધ્યાયમાં વિભક્ત છે. (૪) "યશોધર–ચરિત–આ ચાર સર્ગનું ૨૯૬ પદ્યનું ખંડકાવ્ય છે. એમાં પાર્શ્વનાથ–ચરિતનો ઉલ્લેખ છે. ઉપર્યુક્ત પાર્શ્વનાથ–ચરિત બાર સર્ગમાં વિભક્ત છે અને એ શકસંવત્ ૯૪૭માં રચાયું છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૬)માં સુચવાયું છે કે વાદિરાજે ઉપર્યુક્ત પાર્શ્વનાથ–પુરાણના પ્રારંભમાં અનન્તકીર્તિની જીવસિદ્ધિ, લઘુસર્વજ્ઞસિદ્ધિ, બૃહત્-સર્વજ્ઞસિદ્ધિ, ધનંજયનું દ્વિસંધાનકાવ્ય, અનન્તવીર્યની પ્રમેયરત્નમાલા, વિદ્યાનન્દનું શ્લોકવાર્તિક અને વીરનન્ટિનું ચંદ્રપ્રભચરિત્ર એમ વિવિધ કૃતિઓનો તેમ જ પાલ્યકીર્તિનો ઉલ્લેખ કર્યો છે.
પંચિકા – આ પ્રસ્તુત પાર્શ્વનાથ–ચરિત ઉપરની દિ. શુભચન્દ્ર રચેલી કૃતિ છે. ૧. જુઓ એકીભાવસ્તોત્ર (ગ્લો. ર૬). ૨. આ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૨૬માં (ચોથી આવૃત્તિ) છપાયું છે. એનું છેલ્લું પદ્ય પ્રક્ષિપ્ત
છે એટલે એનાં ૨૫ પદ્યો ગણાય. આ સ્તોત્ર ભૂધરદાસના તેમ જ ગિરિધરશર્માના એકેક હિન્દી પદ્યાનુવાદ તેમ જ પં. પન્નાલાલ શાસ્ત્રીના હિન્દી અન્વયાર્થ અને ભાવાર્થ સહિત “સન્મતિ કુટીર પ્રકાશન” તરફથી
ઈ. સ. ૧૯૫૪માં છપાવાયું છે. ૩. આની તેમ જ પાર્શ્વનાથ-ચરિતની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૫)માં તેમ જ પૃ. ૪૦૪-૪૦૫માં અનુક્રમે
છપાવાઈ છે. ૪. આ “મા. દિ. ગ્રંટમાં ગ્રંથાંક ૧૦ તરીકે વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત છે. પ. આ “સરસ્વતી-વિલાસ ગ્રન્થમાલા''માં ગ્રંથાંક પાંચ તરીકે ઈ. સ. ૧૯૧૨માં છપાવાયું છે. ૬. આઠ પદ્યોનું અધ્યાત્માષ્ટક અને કરણાનુયોગને લગતી ગૈલોકયદીપિકા પણ વાદિરાજસૂરિની રચના છે
એમ કેટલાક માને છે. ૭. ભ. સ્તો. પા. કા. સં. ના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના (પૃ. ૪૮-૪૯)માં મેં પાર્શ્વનાથની નવ ચરિત્રાત્મક
કૃતિઓની નોંધ લીધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org