________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
પુત્રની ચિન્તા, ગર્ભનું શોધન, સ્વપ્નોનું દર્શન, દેવોનું આગમન, નેમિનાથનો જન્માભિષેક, વસન્તનું વર્ણન, પર્વતનું વર્ણન, જલક્રીડા, ચન્દ્રોદય, મદિરાપાન અને સંભોગનું વર્ણન, રાજીમતીની નેમિનાથ માટે કૃષ્ણની માગણી, નેમિનાથનું લગ્નાર્થે આગમન, પૂર્વ ભવનું વર્ણન, નેમિનાથને કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને એમનું કેવલિજીવન અને નિર્વાણ. સાતમા સર્ગની વિશેષતા એ છે કે એમાં જાતજાતના છંદોનાં નામ શ્લોક દ્વારા ગૂંથી લેવાયાં છે. અવતરણો-પ્રસ્તુત કાવ્યમાંથી સાત અવતરણો લાભદાલંકારમાં અપાયાં છે. આ કાવ્ય અંગે નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે : ટીકા–આ ઉપેન્દ્ર રચી છે. ટીકા–આ “અભિનવ લક્ષ્મીસેનની કૃતિ છે. ટિપ્પણી–આના કર્તાનું નામ જાણવામાં નથી. અરિષ્ટનેમિ–ચરિત્ર (વિ. સં. ૧૨૩૩) – આ ૧૩૦૦ શ્લોક જેવડું ચરિત્ર રત્નપ્રભસૂરિએ વિ. સં. ૧૨૩૩માં રચ્યું છે. નેમિનાથ–ચરિત્ર (લ. વિ. સં. ૧૨૮૫) – ‘નાગેન્દ્ર ગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ આ ચરિત્ર ૨૧૦૦ શ્લોક જેવડું રચ્યું છે. એમણે ઉવએસમાલા ઉપર વિ. સં. ૧૨૯૯માં વૃત્તિ રચી છે. નેમિનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૯૫)-આ ચરિત્ર “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય કીર્તિરાજે બાર સર્ગમાં વિ. સં. ૧૪૯૫માં રચ્યું છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)માં ઉલ્લેખ છે પરંતુ એ ભ્રાન્ત જણાય છે કેમકે પ્રકાશિત આવૃત્તિની પ્રસ્તાવનામાં સુચવાયા મુજબ આની એક જ હાથપોથી મળી છે અને એના અંતમાં બાજુએ આ સાલ નોંધાયેલી છે. વિવાહવલ્લભ-મહાકાવ્ય (ઉં. વિક્રમની ૧૫મી સદી) – આના ૧૭મા સર્ગનું નામ “શ્રીનેમિનાથપતિમ્મનેછાત્મજ્ઞાનોછાસ” છે. એ ઉપરથી આ મહાકાવ્યમાં નેમિનાથનું ચરિત્ર આલેખાયું હશે એમ અનુમનાય છે. આ મહાકાવ્યના ૧૭માં સર્ગના ૩૩ શ્લોકો મળે છે. એ પૈકી ત્રણ છપાયા છે.'
P ૨૯
૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૭). ૨. આ કે. જે. ગ્રં.'માં વીરસંવત્ ૨૪૪૦માં પ્રકાશિત કરાયું છે. હરિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૧૬માં નેમિનાહચરિય રચ્યું છે. ભવભાવણાની સ્વોપજ્ઞ વૃત્તિમાં નેમિનાહચરિય છે. એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૫માં
લખાયેલી મળે છે. ૩. “સંવત્ ૧૪૨૬ વર્ષે શ્રીયોનિપુર સિવિતમ્'. જિ. ૨ કી.માં એકે હાથપોથી નોંધાયેલી નથી. ફક્ત
પ્રકાશિત આવૃત્તિનો જ ઉલ્લેખ છે. ૪. જુઓ “જૈ. સ. પ્ર.” (વર્ષ ૧૬, અં. ૮), અહીં પૃ. ૨૦૦માં સુચવાયા મુજબ વિવાહવલ્લભ-મહાકાવ્યની
હાથપોથી વિક્રમની ૧૫મી સદીમાં લખાઈ હશે એમ શ્રી. અગરચંદ નાહટાએ એમના લેખમાં કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org