________________
સંપાદકીય નિવેદન
[7]
૭
બને સંસ્કરણના પૃષ્ઠોકો વચ્ચે ગેરસમજ ટાળવા સર્વત્ર અંગ્રેજી ટાઇપના આંકડામાં 1, 2, 3 પ્રસ્તુત નવી આવૃત્તિના પૃષ્ઠોકો આપ્યા છે. અને જુની આવૃત્તિના પૃષ્ઠકો માટે ગુજરાતી અંકના ૧, ૨, ૩, ૪ ટાઈપો વાપરવામાં આવ્યા છે.
પ્રસ્તુત વિભાગના પૃષ્ઠકો જોવા જ્યાં જ્યાં શ્રી કાપડિયાએ ભલામણ કરી છે ત્યાં પ્રાયઃ સર્વત્ર નવા સંસ્કરણના પૃષ્ઠકો અંગ્રેજી ટાઇપમાં આપ્યા છે. જ્યાં ભાગ-૧ના પૃષ્ઠકો આપી જોવાની ભલામણ કરી છે ત્યાં અમે પૃષ્ઠક નવા સંસ્કરણના આપી શક્યા નથી. વાચકોને ઉપરોક્ત પદ્ધતિથી P પછી લખેલા પૃષ્ઠક વડે એ શોધી લેવા વિનંતી.
દાખલા તરીકે પૃ.39 ટિ. ૩ અહીં જુના સંસ્કરણના પૃ. સમજવા. પ્રસ્તુત વિભાગને લગતી પૂરવણી, ઉમેરા વગેરે ભા. ૨ અને ૩ માંથી લઈને તે તે સ્થળે જોડી દેવામાં આવ્યા છે.
નવા નવા ગ્રન્થનું પ્રકાશન, પુનર્મુદ્રણ આદિ વિવિધ સંસ્થાઓ તરફથી થતું હોય છે. આમાંથી પ્રસ્તુત ગ્રન્થ-ઉપયોગી પ્રકાશનોની નોંધ કરી અને જે તે સ્થળે મુક્વાની પદ્ધતિ અમે રાખી છે. મોડેથી મળેલી આવી વિગતો તે સ્થળે નોંધવાની અનુકૂળતા ન હોય ત્યારે પ્રકરણના છેડે કે તે ગ્રન્થમાં અનુકૂળ જગ્યાએ ગમે ત્યાં મુકવામાં આવી છે. તે ગ્રન્થમાં ન મુકી શકાઈ હોય તો (ત્રણ ભાગમાંથી કોઈપણ) અન્ય ગ્રંથમાં મુકાઈ છે.
શ્રી કાપડિયાએ ઘણા સ્થળે ટિપ્પણમાં-“આ બાબતની અમુક વિગત અમે અમુક પૃષ્ઠમાં અમુક ટિપ્પણમાં આપી છે, ત્યાંથી જોઈ લેવી'- એવી મતલબનું લખાણ કર્યું હોય છે. અમે આવા સ્થળે નિર્દિષ્ટ વિગત આપી દઈને સૂચનાત્મક લખાણ દૂર કર્યું છે.
અહીં અમે જુદા જુદા ગ્રંથો ઉપર લખાયેલા નિબંધો, લેખો, ગ્રંથોની નોંધ આપી છે તે બધા અમે જોયા છે એવું નથી. જોયા છે ને બધા વાંચ્યા છે એવું પણ નથી એટલે તે તે લેખકોએ તે તે ગ્રંથ | ગ્રંથકારને કેવો ન્યાય આપ્યો છે તે ખ્યાલ નથી. (જિજ્ઞાસુઓને વિશેષ માહિતી મળે માટે અમે નોંધ આપી છે.) સંપાદકીય ઉમેરણ :
પ્રસ્તુત સંસ્કરણમાં અમે જે વિગતો જોડી છે તે બધી [] ચોરસ કૌંસમાં મુકી છે. ટૂંકમાં તે વિગતો આવી છે. A જે ગ્રંથનો પરિચય ચાલતો હોય તે ગ્રંથની નકલ (પ્રેસકોપી) પ્રાકૃત ટેસ્ટ સોસાયટી વગેરેમાં
હોય તેની વિગત જુઓ પૃષ્ઠ 6,14,17,19,280 વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org