________________
૫૦
બૃહત્ ક્ષેત્ર સમાસ બાજુ બાજુના મંડલમાં અંદર આવતા–પ્રવેશ કરે સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં–એટલે સર્વ બાહ્ય મંડલથી ગણતા ૧૮૩ માં મંડલમાં પ્રવેશ કરે ત્યારે પ્રતિપૂર્ણ એક સૂર્યસંવત્સર થાય છે.
આવા એક સૂર્યસંવત્સરમાં ૬૬ ૬ દિવસમાં સર્વ અત્યંતર મંડલ અને સર્વ– બાહ્ય મંડલ-(આ બે મંડલ)માં સૂર્ય એકજ વાર ગતિ કરે છે, જ્યારે બાકીના ૧૮૨ મંડલોમાં એક વાર જવાના અને એકવાર પાછા આવવા રૂપ બે બે વાર ગતિ કરે છે. એટલે એકવાર મંડલમાંથી નીકળે ત્યારે અને એક્વાર મંડલમાં પ્રવેશે ત્યારે એમ બે વાર ગતિ કરે. જયારે પહેલા મંડલમાં નીકળવારૂપ અને છેલ્લામાં પ્રવેશ કરવા રૂપ એકવાર ગતિ કરે છે. કહ્યું છે કે
'जया ण सरिए सव्वभंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चार चरइ, सव्वबाहिराओ य मंडलाओ सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । एस णं अद्धाकेवइणं राइंदियग्गेणं आहियत्तिवएजा ता तिनि छावठे राइंदियसए राइंदियग्गेणं आहियत्तिवएजा ता एयाए णं अद्धाए सूरिए कइ मंडलाइं चरति सा चुलसीयं मंडलसयं चरइ बासी य मंडलसयं दुक्खत्तो चरइ तं जहा निक्खममाणे चेव पविसमाणे चेव । दुवे य खलु मंडलाइं सइ चरति, तं जहा सव्वभंतरं चेव मंडलं सव्वबाहिरं चेव मंडलं ।'
જ્યારે સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી સર્વબાહ્ય મંડલમાં જઈને ગતિ કરે અને સર્વબાહ્ય મંડલમાંથી સર્વ અત્યંતર મંડલમાં આવીને ગતિ કરે છે. આમાં કેટલી રાત્રી-દિવસને કાળ થાય ? ત્યારે ૩૬ ૬ રાત્રિ-દિવસને કાળ થાય.
આટલા કાળમાં સૂર્ય કેટલા મંડલમાં ફરે છે? તેટલા કાળમાં ૧૮૪ મંડલમાં સૂર્ય ફરે છે. તેમાં ૧૮૨ મંડલમાં સૂર્ય બે વાર ફરે છે. એક વખત નીકળતા અને એક વાર પ્રવેશતાં જયારે સર્વ અત્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં આ બે મંડલમાં સૂર્ય એકવાર ફરે છે.
સર્વ અત્યંતર મંડલમાં એક સૂર્ય નિષધ પર્વત ઉપર એટલે મેરુ પર્વતની અપેક્ષાએ અગ્નિ ખૂણામાં હોય છે, ત્યારે તે સૂર્ય મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફ રહેલા ભરતાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. અને બીજે સૂર્ય તે વખતે તેની સામે નીલવંત પર્વત ઉપર વાયવ્ય ખૂણામાં હોય છે ત્યારે તે સુર્ય મેરુ પર્વતથી ઉત્તર
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org