________________
=
=
=
=
=
=ë=
=
પહેલા ભાગમાં જબૂદ્વીપ અધિકારનું મેરુપર્વત સુધીનું વિવેચન પ્રસિદ્ધ કરવામાં તું આવ્યું છે. આ બીજા ભાગમાં બાકીનું મહાવિદેહક્ષેત્ર, ચંદ્ર-સૂર્યાદિનું સ્વરૂપ તથા "
બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા અધિકારના વિવેચન સાથે શાશ્વત ચાનું સ્વરૂપ છે આપવામાં આવેલ છે.
અમારા સંસારીબંધુ પૂજ્ય વિદ્વાન મુનિવર શ્રી હેમચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી અમારા પિતાશ્રી સ્વ. અંબાલાલ રતનચંદના સ્મરણાર્થે અમારા માતુશ્રી છે ( મૂળીબહેને સાતક્ષેત્રોની ભક્તિ તથા અનુકંપાદિ સુકૃતોને લાભ મળે તે માટે “સંઘવી છે
અંબાલાલ રતનચંદ જૈનધાર્મિક દ્રસ્ટની સ્થાપના કરેલ છે. તેમાં શા. અંબા લાલ રતનચંદભાઈના પરિવાર તરફથી શ્રુતપ્રકાશન માટે રૂ. ૨૫૦૦૦ની રકમ કાઢી છે. ઉદારદિલ સહાયક તરફથી મળેલ રકમમાંથી બહત ક્ષેત્રસમાસના બને ભાગનું પ્રકાશન કરવામાં આવેલ છે. ગ્રંથપ્રકાશનોના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ પણ શ્રુતપ્રકાશનમાં ઉપયોગ કરવામાં આવશે.
આ બૃહત્ ક્ષેત્રસમાસ ગ્રંથમાં સહાયકના નામે અને રકમ પહેલા ભાગમાં છાપેલ છે. તે પછી સહાય માટે મળેલ રકમ તથા ગ્રંથના ગ્રાહક થયેલાના નામે આ બીજા ભાગમાં છપાવીએ છીએ.
આ ગ્રંથનું સુંદર સુઘડરીતે મુદ્રણ મયૂર પ્રિન્ટર્સના સંચાલકોએ, દ્વિરંગી ફટાચિત્રો, ટાઈટલ છાપી આપનાર દિપક પ્રિન્ટરીના કાર્યકર્તા વગેરેને સ્મૃતિપથમાં લાવીએ છીએ. ' આ ગ્રંથ અંગે પ્રત્યક્ષ કે પરોક્ષરીતે જે સહાયતા મળેલ છે તે સૌને ઉપકાર માનીએ છીએ.
શુદ્ધિપત્રક મુજબ ગ્રંથમાં સુધારો કર્યા બાદ ઉપયોગ કરવા વિનંતિ છે.
જૈન ભૂગોળ વિષયક આ સુંદર ગ્રંથને ચતુવિધ શ્રીસંઘ પઠન-પાઠન કરી અપૂર્વ કર્મનિર્જરા કરી આત્મકલ્યાણ સાધી મલની નજીક બને એવી આશા રાખીએ છીએ.
: સંઘવી અંબાલાલ રતનચંદ જનધાર્મિક દ્રસ્ટના ટ્રસ્ટીઓ : (૧) શા. તારાચંદ અંબાલાલ, (૨) શા. બંશીલાલ અંબાલાલ, (૩) શા. ધરણેન્દ્ર અંબાલાલ, (૪) શા. પુંડરિક અંબાલાલ, (૫) શા. મુકેશ બંસીલાલ, (૬) શા. ઉપેન્દ્ર તારાચંદ.
સંવત ૨૦૩૫, આ વદ ૯, રવિવાર, મુંબઈ
=
=
=
=
=
=
=×=
=
=×=×=€
ž
=
=
IN
N
N
N N N
N N N
N N 32
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org