________________
બૃહત્ ક્ષેત્ર સમાસ આ તોરણ ૬ યોજન પહોળા, વિવિધરત્નમય અનેક સ્તંભેથી યુકત પણ ઉઘાડવા ઢાંકવા માટે બારણ-કમાડ વિનાના સદાકાળ ખુલ્લા દરવાજા જેવાં છે. એમાં પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ જે બે તારણે છે. તે નીચે નક્કર ભૂમિવાળા છે અને દક્ષિણ દિશા તરફનું જે તેરણ છે તેની નીચેથી સિવુ વગેરે નદીનો પ્રવાહ તરણની પહોળાઈ જેટલે દી યોજન પ્રમાણે પાણીને પ્રવાહ બહાર નીકળે છે.
વળી આ કુંડો ૧૦ એજન ઉંડા છે અને પાણીની ઉપલી સપાટી કુંડના કિનારાને અડીને રહેલી છે. અર્થાત્ કુંડના ઉપલા કિનારી સુધી પાણી ભરેલું છે.
કુંડની ભીતિ વજના પાષાણવાળી અને તળીયું વજમય છે.
કંડના પાણીમાં પ્રવેશ કરવો હોય તે સુખપૂર્વક પ્રવેશ કરી શકાય અને સુખપૂર્વક બહાર નીકળી શકાય એવા ઓવારા તથા ઉતારા છે અને નીચે સુધી ગાતીર્થજળ એટલે અનુક્રમે ઉંડાઈ વધતી જાય છે. એટલે કુંડના કિનારે ઉંડાઈ ૧૦ યોજન નહિ પણ અતિ મધ્ય ભાગે ૧૦ યોજનાની ઉંડાઇ હોય છે.
કુંડમાં અનેક પ્રકારના વનપતિ કમળ, તથા જળચર છે પણ હેય છે.
આ કુંડના દક્ષિણ દિશાના તારણમાંથી સિધુ નદી નીકળી છે. તે ઉત્તર કચ્છાર્ધ વિજયના મધ્યમાં થઈને દક્ષિણ તરફ આગળ વધતી અને વચમાં અનેક નદીઓથી ભરાતી વૈતાદ્ય પર્વત પાસે આવતા સુધીમાં ૭૦૦૦ નદીઓ સિધુ નદીમાં ભેગી થાય છે. પછી તમિસ્રા ગુફાની પશ્ચિમ દિશા બાજુથી વૈતાદ્ય પર્વતને નીચેથી ભેદીને બહાર નીકળી દક્ષિણ કછાર્ધ વિજ્યમાં દક્ષિણાભિમુખ આગળ વધે છે. અને વચમાં બીજી અનેક નદીઓ ભેગી થાય છે. અને શીતા મહા નદીને મળતાં દક્ષિણ કચ્છાર્ધની બીજી ૭૦૦૦ નદીઓ ભેગી મળે છે. એટલે કુલ ૧૪૦૦૦ નદીઓ સાથે સિધુ નદી શીતા મહા નદીને મળે છે.
આ સિધુ નદી કુંડમાંથી નીકળતાં દા જન પહોળી અને બે ગાઉ ઉંડી હોય છે. અને પછી ક્રમસર પહોળાઈ અને ઉંડાઈમાં વધતી વધતી શીતા મહા નદીને મળતાં ૬રા જન પહોળી અને ના જન ઉંડી હોય છે.
સિબ્ધ કુંડથી પૂર્વ તરફ વૃષભટ અને તેની પૂર્વ તરફ ગંગાકુંડ આવેલું છે. એટલે બે કુંડની વચ્ચે વૃષભ ફૂટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org