________________
૩૨૬
બહત ક્ષેત્ર સમાસ હે ભગવંત ! જેમ લવણસમુદ્રનું ખારું પાણું છે, પણ ભારે પાણી નથી, ક્ષોભવાળું પાણી છે પણ ક્ષોભ વિનાનું પાણું નથી, તેમ બહારના બીજા બધા સમુદ્રો પણ શું ખારા પાણીવાળા, ભારે પાણી વિનાના, ક્ષોભવાળા પાણીવાળા કે ક્ષેભા વિનાના પાણીવાળા છે ? હે ગૌતમ ! બહારના બધા સમુદ્રના પાણી ખારા નથી. પણ ભારે પાણી છે. ક્ષોભવાળા પાણી નથી પણ ક્ષોભ વિનાના પાણી છે. તે બધા પૂર્ણ–પૂર્ણ પ્રમાણવાળા એક સરખા રહેલા છે. અર્થાત ભરતી-ઓટ વગરના છે. - કાલોદધિ સમુદ્રના અધિપતિ બે દે છે. એકનું નામ કાલદેવ છે અને બીજાનું નામ મહાકાલદેવ છે. અર્થાત પૂર્વાર્ધ કાલોદધિ સમુદ્રને અધિપતિ કાલ નામને દેવ છે અને પશ્ચિમાઈ કાલોદધિ સમુદ્રને અધિપતિ મહાકાલ નામને દેવ છે. ૭. (૫૭૬)
હવે ચંદ્ર આદિની સંખ્યા કહે છે. बायालीसं चंदा, बायालीसंच दिणयरादित्ता। कालोयहिम्मि एए, चरांतिसंबद्धलेसागा॥८॥(५७७) છાયા–ચિત્તfiાન્દ્રા વિત્યાશિ નિ હતા:
कालोदधौ एते चरन्ति संबद्धलेश्याकाः ॥८॥
અથ–આ બેતાલીસ ચંદ્રો અને તેજસ્વી બેતાલીસ સૂર્યો કાલોદધિ સમુદ્રમાં સંબદ્ધલેશ્યા-એક લાઈનમાં ફરે છે.
વિવેચન-કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે તે સૌમ્પલેક્ષાવાળા હોવાથી શાંતઠંડા છે, તથા ૪૨ સૂર્યો છે તે દીખલેશ્યાવાળા હોવાથી તેજસ્વી–ઉગે છે. આ બધા ચંદ્રો અને સૂર્યો સંબદ્લેશ્યાવાળા ફરે છે. એટલે જબૂદ્વીપમાં રહેલા ચંદ્ર અને સૂર્યની એક એક લાઈનમાં સમશ્રેણીમાં રહેતા રહેતા ગતિ કરે છે.
આથી જ જ્યારે જંબૂદ્વીપમાં મેરુપર્વતના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં દિવસ હોય તથા પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં રાત્રી હોય ત્યારે કાલેદધિ સમુદ્રમાં પણ મેરુપર્વતના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં દિવસ હોય છે, તથા પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં રાત્રી હોય છે.
અને જયારે જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં દિવસ હોય છે તથા દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં રાત્રી હોય ત્યારે કાલોદધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org