________________
૩૧૪
બૃહત ક્ષેત્ર સમાસ અથે ધાતકીખંડમાં ચંદ્ર અને સૂર્ય ભેગા ચોવીસ, નક્ષત્રો ત્રણસો છત્રીસ, રહે એકહજાર ને છપન અને આઠલાખ ત્રણહજાર સાતસો કેડાછેડી તારાઓને સમુહ છે.
વિવેચન-ધાતકીખંડ દીપમાં ચંદ્ર અને સૂર્ય મળીને ૨૪ થાય છે. એટલે ધાતકીખંડમાં ૧૨ ચંદ્રો અને ૧૨ સૂર્યો છે તથા ૩૩૬ નક્ષત્રો છે. તે આ પ્રમાણે –
એક એક ચંદ્રના પરિવારમાં ૨૮–૨૮ નક્ષત્રો હોય છે. તેથી ૧૨ ચંદ્રના ગણતા ૧૨૪૨૮=૩૩૬ નક્ષત્રો જાણવા.
ધાતકીખંડમાં ૧૦૫ ગ્રહો છે. તે આ પ્રમાણે–એક એક ચંદ્રના પરિવારમાં ૮૮-૮૮ ગ્રહો હોય છે. તેથી ૧૨ ચંદ્રના ગણતા ૧૨૪૮૮=૧૦૫૬ ગ્રહ જાણવા.
ધાતકીખંડમાં ૮૦૩૭૦૦ કડાકડી તારાઓનો સમુહ છે. તે આ પ્રમાણે એક એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કડાકડી તારા હોય છે. તેથી ૧૨ ચંદ્રોના ગણતા ૧૨૪૬ ૬૯૭૫=૮૦૩૭૦૦ કડાછેડી એટલે ૮૦૩૭ ઉપર સોળ મીંડા. (૮૦૩૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) તારાઓને સમુહ જાણવો. ૭૦-૮૦.(પદ ૭-૬૮)
હવે ધાતકીખંડ અધિકારનો ઉપસંહાર કહે છે. धायइसंडे दीवा, खित्तसमासस्स तइय अहिगारो। गाहापरिमाणेणं, नायवो एगसीइओ॥८॥(५६९) છાયા–ધાતી વો દીવ: ક્ષેત્રમાસા વતી : |
गाथापरिमाणेन ज्ञातव्य एकाशीतिकः ॥८१॥ અર્થ–ક્ષેત્રસમાસના ત્રીજા અધિકાર ધાતકીખંડ દ્વીપની એકયાસી ગાથા જાણવી.
વિવેચન–ક્ષેત્રસમાસ નામના ગ્રંથમાં ધાતકીખંડ દીપ' એ નામનો ત્રીજો ' અધિકાર ૮૧ ગાથા પ્રમાણ જાણવો. ૮૧. (૫૭૦)
ઇતિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રીમલયગિરિ મહારાજની ટીકાનુસાર શ્રી બૃહતક્ષેત્ર સમાસ મહાગ્રંથના ઘાતકીખંડ દ્વીપ નામના
ત્રીજા અધિકારનું ગુજરાતી વિવેચન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org