________________
૨૯૩
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ધાતકી વૃક્ષનું સ્વરૂપ
ભદ્રશાલ વનને પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં વિસ્તાર ૧૦૭૮૭૮ જન જાણો. પર–પ૩. (૫૪૦-૫૪૧)
હવે પૂર્વાર્ધમાં અને પશ્ચિમના ઉત્તરકુમાંનું ધાતકીવૃક્ષનું સ્વરૂપ જણાવે છે. उत्तरकुराइधायइ, होइ महाधायई यरुक्खाय। तेसिं अहिवइ सुदंसणं-पियदंसणनामया देवा ॥५४॥(५४२) છાયા–૩રર૦ ધાતી મતિ મહાધાતી વૃક્ષો વા
तेषामधिपती सुदर्शन-प्रियदर्शननाम्नौ देवौ ॥५४॥
અર્થ–ઉત્તરકુમાં ધાતકી અને મહાધાતકી વૃક્ષો છે. તેના અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના દેવો છે.
વિવેચન–પૂર્વાર્ધ ધાતકીખંડના ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત વર્ષધર પર્વતની પાસે ધાતકી નામનું વૃક્ષ છે અને તે વૃક્ષના અધિપતિ સુદર્શન નામનો દેવ છે.
જ્યારે પશ્ચિમાઈ ધાતકીખંડના ઉત્તર કુરુક્ષેત્રમાં નીલવંત વર્ષધર પર્વતની પાસે મહાધાતકી નામનું વૃક્ષ છે. અને તે વૃક્ષને અધિપતિ પ્રિયદર્શન નામને દેવ છે.
૫૪. (૫૪૨) હવે ધાતકીવૃક્ષના સ્વરૂપની ભલામણ કરતાં કહે છે. जो भणिओ जंबूए, विही उ सो चेव होइ एएसिं। देवकुराए संवलि-रुक्खा जह जंबूदीवम्मि ॥५५॥(५४३) છાયા મળતો નવ્વા વિધિ: તુ ત વ હતો:
देवकुरूषु शाल्मलीवृक्षौ यथा जम्बूद्वीपे ॥५५॥
અર્થ–જે પ્રમાણે જંબૂદ્વીપમાં જંબૂવૃક્ષનું વર્ણન છે અને દેવકુરુમાં શાલ્મલીવૃક્ષ છે. તે જ પ્રમાણે બે વૃક્ષો છે.
વિવેચન–જંબુદ્વીપમાં જે પ્રમાણે જંબૂવૃક્ષનું સ્વરૂપ–પીઠ, વૃક્ષના વલયે વગેરે કહ્યા છે, તે જ પ્રમાણે અહીં ધાતકી વૃક્ષ તથા મહાધાતકી વૃક્ષનું સ્વરૂપ વગેરે જાણવું. તથા ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાધના દેવકુર ક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની પાસે એક એક શામીલી વૃક્ષ આવેલા છે. એ બન્ને શામીલી વૃક્ષનું વર્ણન જબૂદ્વીપના શાલ્મીલી વૃક્ષ પ્રમાણે જાણવું. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org