SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ બહત ક્ષેત્ર સમાસ વિવેચન—એકેક, આભાષિત, વૈષાણિક અને લાંગુલિક. આ ચાર અંતર દ્વિીપની પરિધિ ૯૪૯ યોજનથી અધિક છે. “યેનો અહીં જે બહુવચન કહ્યું છે તેથી બીજા ત્રણ સમાન વિસ્તારવાળાનો ઉપલક્ષણથી સંગ્રહ કર્યો છે. (પરિધિ પણ ૧૨૬૫ યોજનથી અધિક જાણવી.) એટલે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શખુલીકર્ણ આ ચારે અંતરદ્વીપની પરિધિ ૧૨૬૫ યોજનથી અધિક છે. તે આ પ્રમાણે પહેલા અંતરદ્વીપની ૯૪૯ યોજન પરિધિ છે. તેમાં ૩૧૬ યોજન ઉમેરતાં ઉપર મુજબની પરિધિ થાય. ૯૪૯ +૩૧૬ ૧૨૬૫ યોજના બીજા ચાર અંતરદ્વીપની પરિધિ જાણવી. હવે આમાં ૩૧૬ યોજન ઉમેરતાં ત્રીજા આદર્શમુખ આદિ ચાર અંતરદ્વીપની ૧૫૮૧ યોજનથી અધિક પરિધિ આવે. તે કહે છે. ૬પ (૪૬૩) पन्नरसिक्कासीया,आयंसमुहाण परिरओहोइ। अट्ठार सत्तणउया,आसमुहाणं परिक्खेवो॥६६॥(४६४) છાયા–પરાશ શતિ ( નિ) જાણવાનાં રથો મવતિ | ____ अष्टादश सप्तनवति(अधिकानि) अश्वमुखानां परिक्षेपः ॥६६॥ અર્થ આદર્શમુખ આદિની પરિધિ પંદરસો એક્યાસી યોજન અને અશ્વમુખ આદિની પરિધિ અઢારસો સત્તાણું યોજન થાય છે. વિવેચન–અહીં ગાથામાં જે બહુવચન મૂક્યું છે, તેથી સરખા માપવાળા બીજા ત્રણ-ત્રણ અંતરીપ ઉપલક્ષણથી ભેગા સમજવા. એટલે આદર્શમુખ, મેંઢમુખ, અજમુખ અને ગોમુખ અંતરીપોની પરિધિ ૧૫૮૧ યોજનથી અધિક છે. ૧૫૮૧માં ૩૧૬ ઉમેરતાં ૧૮૯૭ યોજન થાય. તે આદર્શમુખ પછીના જે અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ આ ચાર અંતરની પરિધિ ૧૮૯૭ યોજનથી અધિક થાય છે. આમાં ૩૧૬ યોજન ઉમેરતાં અશ્વકર્ણાદિ ચાર અંતરદ્વીપની પરિધિ ૨૨૧૩ યોજનથી અધિક થાય. તેમાં ૩૧૬ યોજન ઉમેરતાં ઉલકામુખ આદિ ચાર અંતરદ્વીપની પરિધિ ૨૫૨૯ યોજનથી અધિક થાય છે. ૬૬ (૪૬૪) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy