SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ બૃહત્ ક્ષેત્ર સમાસ એ જ પ્રમાણે સૂર્યદ્વીપની જેમ એટલે મેરુપર્વતથી પૂર્વ દિશામાં ધાતકીખંડની વેદિકાથી ' સમુદ્રની અંદર ૧૨૦૦૦ યો. લવણસમુદ્રની શિખાની બહાર ગતિ કરનાર બે ચંદ્રના બે ચંદ્રદીપો આવેલા છે. ૫૨. (૪૫૦) धायइसंडभिंतर, रविदीवा बारसहस्स लवणजलं। ओगाहिउ रविदीवा, पुव्वेणेमेव चंदाणं॥५३॥(४५१) છાયા–ધાતીersચ્ચત્તરવિદ્વીપ શરદાન વગ ___ अवगाह्य रविद्वीपाः पूर्वेण एवमेव चन्द्राणाम् ॥५३॥ અર્થ–ધાતકીખંડના અંદરના સૂર્યના સૂર્યદ્વીપ લવણસમુદ્રમાં બાર હજાર . અંદર આવેલા છે. એ જ પ્રમાણે પૂર્વ દિશામાં ચંદ્રના ચંદ્રદીપો છે. વિવેચન–જબૂદ્વીપમાં બે ચંદ્ર, બે સૂર્ય છે. લવણસમુદ્રમાં ૪ ચંદ્રો, ૪ સૂર્યો છે. ધાતકીખંડમા ૧૨ ચંદ્રો અને ૧૨ સૂર્યો છે. તેમાં ૬ ચંદ્રો અને ૬ સૂર્યો અત્યંતર ધાતકીખંડમાં (લવણસમુદ્ર તરફના ધાતકીખંડમાં) ગતિ કરનારા છે. અને ૬ ચંદ્રો ૬ સૂર્યો બાહ્ય ધાતકીખંડમાં (કાલોદધિ સમુદ્ર તરફના ધાતકીખંડમાં) ગતિ કરનારા છે. તેમાં જે અત્યંતર ધાતકીખંડમાં ૬ સૂર્યો ગતિ કરે છે, તે ૬ સૂર્યદેવના ૬ રવિદ્વીપો મેરુપર્વતની પશ્ચિમ દિશાએ ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં અંદર ૧૨૦૦૦ . આવેલા છે. તે પ્રમાણે અત્યંતર ધાતકીખંડમાં ૬ ચંદ્રો ગતિ કરે છે તે ૬ ચંદ્રદેવના ૬ ચંદ્રદીપો મેરુપર્વતથી પૂર્વ દિશામાં ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં ૧૨૦૦૦ ચો. અંદર આવેલા છે. આ સૂર્યદેવો અને ચંદ્રદેવોનું આયુષ્ય પરિવાર વગેરે પહેલા કહી ગયા છીએ તે પ્રમાણે જાણવું. દ્વીપોનું વર્ણન ગૌતમદ્વીપ સમાન જાણવું. ૫૩. (૪પ૧) હવે ચંદ્ર-સૂર્યદ્વીપ ઉપરના પ્રાસાદનું માપ કહે છે. जोयणबिसहि अद्रंच, ऊसिया वित्थरेण तस्सद्ध। एएसि मज्झयारे, पासाया चंदसूराणं॥५४॥(४५२) છાયા–ોનનારિયેં વોરિસ્કૃત વિસ્તારના રહ્યા एतेषां मध्यकारे प्रासादाः चन्द्रसूर्याणाम् ॥५४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy