________________
જનદષ્ટિએ મહા ભૂગળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
૧૨૭ " आयामो विक्खंभो जोयणमेगं तु तिगुणिओ परिही।
ચારૂપણ રાહુલ વિમાન વાદરું ?'
એક જન લાંબું–પહેલું ત્રણગુણ પરિધિ અને ૨૫૦ ધનુષ ઉંચું રાહુનું વિમાન છે.”
આ પ્રમાણ હોવાથી ચંદ્રના વિમાન કરતાં પણ રાહુનું વિમાન મોટું હોવાથી પિતાના વિમાનથી ચંદ્રના વિમાનને સારી રીતે ઢાંકી શકે તેમાં કોઈ વિરોધ સંભવતો નથી. સત્ય કેવળી ગમ્ય.
જે પર્વરાહુનું વિમાન છે તે યથા સમયે–કેટલાક વખતે ચંદ્ર વિમાનના નીચેના ભાગેથી જતાં ચંદ્રબિમ્બને અથવા સૂર્યબિમ્બને ઢાંકતો જાય છે.
આ પર્વરાહુ જઘન્યથી છ મહિને ચંદ્રબિમ્બને તથા સૂર્યબિબને ઢાંકતો જાય છે. અને ઉત્કૃષ્ટથી ૪૨ મહિને ચદ્રબિમ્બને અને ૪૮ વર્ષે સૂર્યબિંબને ઢાંકે છે. કહ્યું છે કે –
" तत्थ णं जे से पव्वराहू से जहन्नेणं छण्हं मासाणं उक्कोसेणं बायालीसाए मासाणं चंदस्स अडयालीसाए संवच्छराणं सुरस्स । "
જ પર્વરાહુ છે તે જઘન્યથી છ મહિને, ઉત્કૃષ્ટથી ચંદ્રને ૪ર મહિને અને સૂર્યને ૪૮ વર્ષે સૂર્યબિમ્બને આવરે છે.
જયારે પર્વરાહુ વિમાન ( રાહુ નામનો દેવ) જતાં કે આવતાં સૂર્ય કે ચંદ્રને ઢાંકે છે, ત્યારે મનુષ્ય માં મનુષ્ય બોલે છે કે “રાહુએ ચંદ્રને અથવા સૂર્યને ગ્રહણ કર્યો, અર્થાત ચંદ્રગ્રહણ થયું કે સૂર્યગ્રહણ થયું.'
જયારે પર્વરાહુ ચંદ્ર અથવા સૂર્યના તેજને ઢાંક્ત બાજુમાં થઈને જાય છે ત્યારે લેકે બોલે છે કે “ચંદ્ર અથવા સૂર્યે રાહુની કુક્ષી ભેદી.”
જ્યારે રાહુદેવ આવતા કે જતા સૂર્ય અથવા ચંદ્રની લેશ્યા ઢાંકીને પાછો ખસે છે ત્યારે માણસો બોલે છે કે “રાહુએ ચંદ્ર અથવા સૂર્યને મૂકી દીધો. અર્થાત ગ્રહણ છુટયું.'
જયારે રાહુદેવ આવતા કે જતા ચંદ્ર અથવા સૂર્યના તેજને ઢાંકીને મધ્ય ભાગથી જાય છે ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યનું કહેવું થાય છે કે રાહુએ ચંદ્ર અથવા સૂર્યને ભેદી નાંખે. •
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org