________________
૧૨૬
બહત ક્ષેત્ર સમાસ કૃષ્ણ પક્ષમાં વદી એકમથી ધ્રુવરાહુનું વિમાન ચંદ્ર વિમાનની નીચે ચાર આગળના અંતરે ચંદ્રની સાથે જ ગતિ કરતું પિતાના પંદર ભાગથી ચંદ્રના ૨/૬૦મો ભાગ સ્વાભાવિક રીતે મૂકીને ૬૨ ભાગ સંબંધી ૬૦ ભાગાત્મક ચંદ્ર મંડલ સંબંધી ૪ બાસઠિયા ભાગને પ્રતિદિન આવરતો પખવાડીયામાં ૬૦ ભાગનું આવરણ કરે છે. એટલે વદ ૧ના દિવસે ૪ ભાગ આવરે છે, વદ બીજે પિતાના બે ભાગ વડે એટલે ૮ ભાગ આવરે, ત્રીજે પિતાના ત્રણ ભાગ વડે ૧૨ ભાગ આવરે, ચોથે પોતાના ચાર ભાગ વડે ૧૬ ભાગ આવશે. યાવતુ આ પ્રમાણે અમાસના દિવસે પિતાના પંદર ભાગ વડે ચંદ્રના ૬૦ ભાગ આવરે છે. એટલે અમાસના દિવસે ચંદ્ર બિલકુલ ઢંકાઈ જાય છે. અર્થાત્ માત્ર બે બાસઠિયા ભાગ સિવાય ચંદ્ર પૂરો ઢંકાઈ જાય છે.
શુકલ પક્ષમાં પડવાના દિવસે ઢંકાયેલો ૧/૧પમ ભાગ ખુલ્લો કરે છે, બીજના દિવસે ૨/૧૫ ભાગ ખુલ્લો કરે, ત્રીજના દિવસે ૩/૧૫ ભાગ ખુલ્લો કરે, યાવત્ પૂનમના દિવસે સંપૂર્ણ ચંદ્રને ખુલ્લો કરે છે. એટલે પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે.
શંકા-અમાસના દિવસે રાહુનું વિમાન ચંદ્ર વિમાનને આવરે છે, તેથી પૃથ્વી ઉપર બધે અંધકાર છવાઈ જાય છે. એમ પહેલા કહી ગયા છો. પરંતુ રાહુના વિમાન કરતાં ચંદ્રનું વિમાન લગભગ ડબલ હેવાથી બાકીના ચંદ્રના વિમાનના ભાગને પ્રકાશ તો કોઈ પણ વિભાગમાં અવશ્ય પ્રગટ થે જઈએ ને ?
ઉત્તર-રાહુનું વિમાન બે ગાઉનું અને ચંદ્રનું વિમાન ૫૬/૬ ૧ જનનું છે. હવે રાહુનું વિમાન ચંદ્રની નીચે જેટલા ભાગમાં રહ્યું હોય તેટલા ભાગ નીચે અંધકાર છવાય, તે માટે કોઇને પણ વિરોધ હોઈ શકે નહિ. પરંતુ બાકી રહેલા ચંદ્ર વિમાનને પ્રકાશ કઈ ક્ષેત્રમાં નહિ અનુભવાવાનું કારણ રાહુનું વિમાન ચંદ્રના વિમાનને સંપૂર્ણ ઢાંકી શકતું નથી પણ જેમ દાવાનળથી ઉછળેલા ધૂમાડાના સમૂહ વડે જેમ મહાવિસ્તારવાળું એવું આકાશ મંડલ અંધકારથી છવાઈ જાય છે, તેમ રાહુનું વિમાન શ્યામ હોવાથી અત્યંત શ્યામ વર્ણની વિસ્તૃત કાંતિના સમુહથી મોટું એવું પણ ચંદ્રબિમ્બ આચ્છાદિત થાય છે તેથી સર્વત્ર શ્યામ કતિ દેખાય છે.
કેટલાક એમ કહે છે કે રાહુનું વિમાન છે જન પ્રમાણ જે કહ્યું છે તે પ્રાયિક છે. પ્રાયઃ શબ્દ કોઈ પણ જાતને ફેરફાર સૂચવે છે. આ ગ્રંથકર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ સંગ્રહણમાં કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org