________________
બૃહત ક્ષેત્ર સમાસ સૂર્યોદય વિધિ–જંબુદ્વીપમાં રાત્રિ અને દિવસના વિભાગ કરનાર સૂર્યોને પ્રકાશ છે. એ બન્ને સૂર્યો સર્વ અત્યંતર મંડલમાં જ્યારે હોય છે ત્યારે ભરતાદિ ક્ષેત્રથાનમાં ઉદય પામતે ભારત સૂર્ય અગ્નિ ખૂણામાં જંબૂદ્વીપની ગતીથી ૧૮૦ એજન અંદર નિષધ પર્વત ઉપર ઉદયને પામે છે. અર્થાત ઉદય પામતો દેખાય છે. ત્યારે તે જ સૂર્યની તીરછી સમશ્રેણુએ વાયવ્ય ખૂણામાં જગતીથી ૧૮૦ એજન અંદર નીલવંત પર્વત ઉપર ઔરત સૂર્ય ઉદયને પામે છે. અર્થાત્ ભારત સૂર્ય ભરતાદિ ક્ષેત્રોને અને ઐરાવત સૂર્ય અરવત આદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે.
અગ્નિ ખૂણામાં નિષધ પર્વત ઉપર ઉદય પામેલ ભારત સૂર્ય પ્રથમ ક્ષણથી આરંભી આગળ-આગળ કોઈ એક વિશિષ્ટ પ્રકારની ગતિ વડે કરીને ભરતક્ષેત્ર તરફ આગળ વધતો મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં આવેલા ક્ષેત્રોને સ્વમંડલમાં પરિભ્રમણ વડે પ્રકાશે છે, ત્યારે તે જ ક્ષણે તીરછી સમણીએ વાયવ્ય ખૂણામાં નીલવંત પર્વત ઉપરથી અરવતસૂર્ય પણ ઐરાવતક્ષેત્ર તરફ આગળ વધતે મેરુ પર્વતથી ઉત્તર દિશામાં આવેલા ક્ષેત્રોને સ્વમંડલ પરિભ્રમણ વડે પ્રકાશે છે.
હવે જ્યારે ભરતક્ષેત્ર તરફ આગળ વધતો ભારત સૂર્ય ભરત ક્ષેત્રમાં આવીને આગળ ગતિ કરતો નૈઋત્ય ખૂણામાં જતા (દક્ષિણ-પશ્ચિમના મધ્ય ભાગ સમીપે ) પશ્ચિમ દિશાના મધ્યવતિ આવેલા પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ઉદયરૂપ થાય છે. અને ત્યાંથી આગળ વધતા અનન્તર મંડલની કોટીને અનુલક્ષીને આગળ વધવા માંડે તેમ તેમ સંપૂર્ણ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
આ જ પ્રમાણે જ્યારે નીલવંત પર્વત સ્થાનથી ગતિ કરતો અરવત સૂર્ય રિવત ક્ષેત્રમાં આવી આગળ વધતો (ઉત્તર-પૂર્વ) ઈશાન ખૂણામાં આવતા પૂર્વ વિદેહમાં ઉદયરૂપ થાય છે. અને ક્રમે ક્રમે બીજા મંડલાભિમુખ આગળ આગળ ગતિ કરતો પૂર્વ મહાવિદેહને પ્રકાશિત કરે છે. ત્યારે સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્ર પ્રકાશિત થઈ જાય છે. તે વખતે સર્વ અત્યંતર મંડલના બને સૂર્યો પછી એક સૂર્ય સર્વ અત્યંતર મંડલના દક્ષિણાર્ધમાં ગતિ કરી અનન્તર મંડલે ઉત્તરાર્ધ મંડલની કેટીની પ્રથમ ક્ષણે પહોંચેલ હોય છે. એ જ પ્રમાણે તે જ વખતે બીજો સૂર્ય સર્વ અત્યંતર મંડલના ઉત્તરાર્ધ મંડલમાં ગતિ કરી અનન્તર મંડલે દક્ષિણાર્ધ મંડલની કેટી ઉપર પ્રથમ ક્ષણે પહેલો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org