SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથરત્ન માત્ર વાંચી જવા માટે નથી પણ સારી રીતે અભ્યાસ કરવા ગ્ય હોવાથી બને તેટલું સરલ સ્પષ્ટિકરણ કરેલ છે અને વર્ગમૂલ, ગુણાકાર, ભાગાકાર વગેરે તયાર કરીને મુકેલ છે. પદાર્થને વિશેષ ખ્યાલ આવે તે માટે ૧૭ દ્વરંગી ચિત્રો, ૨૮ સાદા ચિત્રો, ૨૯ યંત્રો તથા ૩૮ ગણિતની રીતે આપેલી છે. ક્ષેત્ર સમાસ ગ્રંથનું સંપૂર્ણ લખાણ મુનિવર શ્રી કુલચંદ્રવિજયજીએ તથા બીજા ભાગનું મૂલ લખાણ મુનિવર શ્રી હેમચંદ્ર વિજયજીએ પિતાને અમુલ્ય સમય કાઢીને તપાસી આપેલ છે. બીજા ભાગના છાપેલા ફમ પૂજય મુનિવર શ્રી અરવિદ વિજ્યજી મહારાજ તથા મુનિવર શ્રી ભાગ્યેશ વિજયજીએ તપાસી લીધેલ છે. જે અશુદ્ધિઓ શુદ્ધિપત્રકમાં આપવામાં આવેલી છે. તથા પ્રથમ ભાગમાં રહી ગયેલ અશુદ્ધિ પ્રત્યે ગણિવર શ્રી ધર્મજિત વિજયજી તથા પંડિત બાબુલાલ સવચંદે ધ્યાન દોરતાં પહેલા ભાગની અશુદ્ધિની પૂર્તિ પણ આ બીજા ભાગમાં આપવામાં આવેલી છે. તે બન્ને ભાગમાં શુદ્ધિપત્રક મુજબ સુધારીને ગ્રંથને ઉપગ કરવા વિનંતિ છે. તથા મહત્વની અશુદ્ધિ જણાય તો જણાવવા વિનંતિ છે. પ્રાન્ત પૂજ્ય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, વર્તમાન સુવિશાલગચ્છાધિપતિ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પરમકૃપા, સ્વ. પૂજ્ય ગુરુદેવ આગમપ્રજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુણ્યઆશીર્વાદથી આ ગ્રંથરત્નનું વિવેચન સંપૂર્ણ લખી શક્યો છું. તથા વર્ધમાનતનિધિ પૂજ્ય પાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજસાહેબ આદિના પૂર્ણ સહકારના યોગે આ ગ્રંથ મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થઈ શકે છે. - પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય વર્ધમાનસૂરીશ્વરજી મહારાજ, પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય જયંતશેખરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રૈવતસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિનું સાહિત્યપ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળતું રહ્યું છે, વિવેચન કરવામાં જે જે ગ્રંથને ઉપયોગ કર્યો છે તે સર્વ ગ્રંથના કર્તા, સંપાદક અને પ્રકાશક આદિને કૃતજ્ઞભાવે યાદ કરું છું. શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે ગ્રંથકારના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સંગી ઉપાશ્રય, સ્વ. આગમદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત હાજા પટેલની પિળ, શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબનો શિષ્ય અમદાવાદ, પંન્યાસ નિત્યાનંદવિજય સં. ૨૦૩૬ કારતક સુદ ૫, શુક્રવાર, જ્ઞાનપંચમી પર્વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy