SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પર બૃહત્ ક્ષેત્ર સમાસ આવતાં એમ બે વાર જવા-આવવાનું થાય છે, જયારે પહેલા મંડલમાં અને ૧૮૪માં મંડલમાં તે આખા વર્ષ દરમ્યાન એક જ વાર ગમન કરે છે. કેમકે–સર્વ બાહ્ય મંડલથી આગળ ફરવા માટે બીજું મંડલ છે જ નહિ કે જેથી સૂર્યોને આગળનું મંડલ ફરીને સર્વ બાહ્ય મંડલે બીજી વાર આવવાનું થાય. તેવી જ રીતે સર્વ અત્યંતર મંડલની અંદર બીજું મંડલ નથી જેથી ત્યાં જઈને સૂર્યોને સર્વ અત્યંતર મંડલમાં આવવાનું થાય. માટે પહેલા અને છેલ્લા મંડલમાં સૂર્યો વર્ષ દરમ્યાન એક જ વાર ગમન કરે છે. આ પ્રમાણે તે બંને સૂર્યોને સર્વ અત્યંતર મંડલ અને સર્વ બાહ્ય મંડલના આ બે મંડલની બે અહોરાત્રિ, અને વચ્ચેના ૧૮૨ મંડલમાં સૂર્યનું વર્ષ દરમ્યાન બે વાર આવતા હોવાથી દરેક મંડલ આશ્રીને બે બે અહેરાત્રિ થતી હોવાથી ૧૮૨૪૨= ૩૬૪ દિવસ અને પહેલા-છેલા મંડલને એક એક દિવસ એમ કુલ ૩૬૬ દિવસનું એક સૂર્ય સંવત્સર થાય છે. શંકા–બને સૂર્યો જે સ્વતંત્ર રીતે મંડલોમાં પુરા ફરે તે પ્રતિમંડલની બે અહેરાત્રિ ગણતા સર્વ અત્યંતર પછીના બીજા મંડલથી આરંભી સર્વ બાહ્ય મંડલમાં ફરી પાછા સર્વ અત્યંતરમાં આવે તે ૩૬ ૬ મંડલ પુરા કરાતા પ્રત્યેક સૂર્યને ૭૩ર દિવસ લાગે. જયારે અહીં તે ૩૬ ૬ દિવસ કહ્યા તે કેમ? સમાધાન–અરવત ક્ષેત્રમાં વર્ષની આદિ જે સૂર્ય કરે છે તે નીલવંત પર્વતથી નિષધ પર્વત સુધી આવે ત્યાં સુધીનું અર્ધ મંડલ, અને ભરત ક્ષેત્રમાં વર્ષની આદિ જે સૂર્ય કરે તે નિષધ પર્વતથી નીલવંત પર્વત સુધી આવે ત્યાં સુધીનું અર્ધમંડલ, આ પ્રમાણે બન્ને સૂર્યનું અર્ધા–અર્ધ મંડલ થઈ એક મંડલ એક અહેરાત્રિમાં થાય, આ રીતે ૩૬ ૬ અહોરાત્રમાં ૩૬૬ મંડલ બન્ને સૂર્યો ભેગા મળીને કરે છે. માટે ઉપરની શંકાને સ્થાન રહેતું નથી. સૂ દક્ષિણાભિમુખ ગમન કરતા સર્વ અત્યંતર મંડલના બીજા મંડલથી લઈ સર્વ બાહ્ય મંડલના અંતિમ ૧૮૪ માં મંડલે પહોંચે છે. અહીં સર્વ બાહ્ય મંડલ દક્ષિણે હેવાથી સૂર્યની દક્ષિણાભિમુખ ગતિને અંગે થતાં ૬ મહિનાના કાળને ૧-કાર્તિક મહિનાથી શરૂ થતાં વર્ષારંભના દિવસે યુકમર્યાદા પ્રમાણે દા.ત. પહેલા(૨૦૩૦ વર્ષે, ૧૦૪માં મંડલો, બીજા (૨૦૩૧) વર્ષે ૧૨૩માં મંડો, ત્રીજા (૨૦૩૨) વર્ષે ૧૧૧માં મંડલ, ચેથા (૨૦૩૩) વર્ષે ૧૦૦મા મંડલો અને પાંચમા(૨૦૩૪) વર્ષે ૧૧૮માં મંડલો સૂર્ય હોય. આ સ્થૂલ ગણતરી હોવાથી કવચિત ૧-૨ મંડલથી વધુ તફાવત પ્રાયઃ પડે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy