________________
૪૩૫
જેનદષ્ટિએ મહા ભૂળ-પાંડુક વનનું સ્વરૂપ ક્ષીરરસ, દક્ષિણ દિશામાં ઈશ્નરસા, પશ્ચિમ દિશામાં અમૃતરસા અને ઉત્તરમાં વારુણું નામની વાવડી છે.
ચૂલિકાથી નૈઋત્ય ખૂણામાં કેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં શંખોત્તર, દક્ષિણ દિશામાં શંખા, પશ્ચિમ દિશામાં શંખાવર્તા અને ઉત્તરમાં બલાહકા નામની વાવડી છે.
ચૂલિકાથી વાયવ્ય ખૂણામાં ઈશાનેન્દ્ર સંબંધી જે શ્રેષ્ઠ પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં પુષોત્તર, દક્ષિણ દિશામાં પુષ્પવતી, પશ્ચિમ દિશામાં સુપુષ્પા અને ઉત્તર દિશામાં પુષ્પમાલિની નાની વાવડી છે. ૩૫૩-૩૫૪
હવે પાંડુકકરબલા શિલા વગેરેનું સ્વરૂપ કહે છે. पंडगवणम्मि चउरो, सिलामु चउसु वि दिसासु चुलाए। चउजोयणूसियाओ, सव्वज्जुणकंचणमयाओ॥३५५॥ पंचसयायामाओ, मज्झे दीहत्तणहरुंदाओ।
चंदडसंठियाओ. कुमुओयरहारगोराओ॥३५६॥ છાયા-gogવારને વતત્રશિરા રા" fs વિક્ષ ચૂંટાયા..
चतुर्योजनोच्छ्रिता सर्वार्जुनकञ्चनमय्यः ॥३५५॥ पञ्चशतायामा मध्ये दीर्घवार्धरुन्दाः ।
चन्द्रार्धसंस्थिताः कुमुदोदरहारगौराः ॥३५६॥ અર્થ–પાંડુક વનમાં ચૂલિકાથી ચારે દિશામાં ચાર જન ઉંચી, પાંચસો જન લાંબી, મધ્યે દીર્ધ અર્ધગોળાકારે, અર્ધચંદ્રના આકારવાળી, સફેદ કમળ અને મોતીના હારસમી ઉજવળ ચાર શિલાઓ છે.
વિવેચન—પાંડુક વનમાં ચૂલિકાની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક એમ ચાર અભિષેક શિલાઓ છે.
આ શિલા ૪ જન ઉંચી-જાડી, ૫૦૦ એજન લાંબી, ૨૫૦ યોજન પહોળી છે. સર્વ અજુન-સુવર્ણમય એટલે સફેદ સુવર્ણમય છે એકદમ સફેદ વર્ણની છે.
૧-કેટલાક ગ્રંથમાં આ ચારે શિલાઓ ચાર વર્ણની કહેલી છે. પૂર્વ દિશામાં અજુન સુવર્ણ-સર્વથા શ્વેત વર્ણની, દક્ષિણ દિશામાં અર્જુન સુવર્ણ—કંઇક પાણીના જેવી શ્વેત વર્ણની, પશ્ચિમ દિશામાં તપનીય સુવર્ણમય-લાલવર્ણની અને ઉત્તર દિશામાં રકતસુવર્ણ વર્ણની-એટલે બે રકતવર્ણની ને બે સફેદવર્ણની છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org