________________
૪૦૫
જનદષ્ટિએ મહા ભૂગળ-દિગજ ફૂટનું સ્વરૂપ
હવે વાવડીઓની લંબાઈ વગેરે તથા દિગ્ગજ ફૂરો કહે છે. दीहाओ पन्नासं, पणुवीसं जोयणाणि विच्छिन्ना। दसजोयणावगाढा, जंबूवावीसरिसनामा॥३२३॥ ईसाणस्मुत्तरिया, पासाया दाहिणा यसकस। अट्टदिसि हथिकूडा,सीयासीओयाउभयकूले॥३२४॥ છાયા–ટી. ગ્રાશર વંશતિ થોનનારને વિરતી II
दशयोजनावगाढा जम्बूवापीसदृशनामानः ॥३२३॥ ईशानस्य उत्तरीयौ प्रासादौ दाक्षिणत्यौ च शक्रस्य । अष्टौ दिग् हस्तिकूटाः शीताशीतोदयोः उभयकूले ॥३२४॥
અર્થ–પચાસ એજન લાંબી, પચીસ પેજન પહોળી અને દશ જન ઉંડી જબૂવૃક્ષની વાવડીના નામ સરખા નામવાળી છે.
ઉત્તર તરફના પ્રાસાદો ઈશાનેન્દ્રના અને દક્ષિણ તરફના શકેન્દ્રના છે. શીતા અને શીતાદા બન્ને કિનારા ઉપર આઠ દિગ્ગજ ફૂટ છે.
વિવેચન–પ્રાસાદની ચારે દિશામાં–પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલી વાવડીઓ ૫૦ જન લાંબી ૨૫ જન પહોળી અને ૧૦ એજન ઉંડી છે. તેના નામ જંબૂવૃક્ષની વાવડીઓના નામ પ્રમાણે છે. એટલે આગળ જંબૂવૃક્ષને અધિકારમાં પ્રાસાદના ફરતી વાવડીએના જે પ્રમાણે ના કહ્યા છે, તે પ્રમાણે અહીં પણ વાવડીએના નામે તે પ્રમાણે જાણવા. તે આ પ્રમાણે
મેરુ પર્વતથી ઇશાન ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં પદ્મા, દક્ષિણમાં પદ્મપ્રભા, પશ્ચિમમાં કુમુદા અને ઉત્તરમાં કુમુદપ્રભા નામની વાવડીઓ છે.
મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં ઉપલગુલ્યા, દક્ષિણમાં નલિના, પશ્ચિમમાં ઉત્પલેવલા અને ઉત્તરમાં ઉત્પલા નામની વાવડીઓ છે.
મેરુ પર્વતથી નિત્ય ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં ગા, દક્ષિણમાં ગાનિભા, પશ્ચિમમાં અંજનપ્રભા અને ઉત્તરમાં કજજલપ્રભા નામની વાવડીઓ છે.
મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં જે પ્રાસાદ છે, તેની પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણમાં શ્રીમહિમા, પશ્ચિમમાં શ્રીચંદ્રા અને ઉત્તરમાં શ્રીનિલયા નામની વાવડીઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org