________________
૩૪૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુ-ઉત્તરકુરાનું સ્વરૂપ
વજઋષભ નારા સંઘયણ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા કલ્પવૃક્ષ દ્વારા ઈચ્છાપૂતિ વગેરે હોય છે. વિશેષતા એ છે કે હેમવંત ક્ષેત્ર અને હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્ય કરતાં શરીરબળ વગેરે તથા કલ્પવૃક્ષના પત્ર ફળના સ્વાદ, ભૂમિની મીઠાસ વગેરે ભાવ પર્યાયાને આશ્રીને અનંતગુણ અધિક જાણવા. ૨૫-૨૫૬
હવે દેવકુ-ઉત્તરકુનું સ્વરૂપ જણાવે છે. मज्झे महाविदेहस्स,मंदरो तस्सदाहिणुत्तरओ। चंदडसंठियाओ; दो देवकुरूत्तरकुराओ॥२५७॥ છાયા–મણે મહાવિદ્દ મા તા ક્ષારતા
चन्द्रार्धसंस्थितौ द्वौ देवकुरूत्तरकुरुः ॥२५७॥
અર્થ–મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે. તેની દક્ષિણ અને ઉત્તર તરફ અર્ધ ચંદ્રના આકારવાળા દેવકુશ અને ઉત્તરકુરુ બે ક્ષેત્રો છે.
વિવેચન-મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગમાં એટલે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગ છે. તે આ પ્રમાણે ૧. પૂર્વ મહાવિદેહ, ૨. પશ્ચિમમહાવિદેહ, ૩. દેવક, અને ૪. ઉત્તરકુર. આ ચાર વિભાગના મધ્યભાગમાં મંદરગિરિ છે. મંદર એટલે મેરુ પર્વત કહેવાય છે. મેરૂના મેરૂ સહિત ૧૬ નામો છે. તે આ પ્રમાણે
૧. મંદર, ૨. મેરૂ, ૩, મરમ, ૪. સુદર્શન, ૫. સ્વયંપ્રભ, ૬. ગિરિરાજ, ૭. રત્નશ્ચય, ૮. શિલોચ્ચય, ૯. લોકમળ, ૧૦. લોકનાભિ, ૧૧. અ૭, ૧૨. સૂર્યાવર્ત, ૧૩. સૂર્યાવરણ, ૧૪. ગિરિઉત્તમ, ૧૫. દિનાદિ અને ૧૬. ગિરિઅવતંસક
૧. એક પલ્યોપમના આયુષ્યવાળો મંદર નામનો મહર્દિક દેવ વસતો હોવાથી મંદર કહેવાય છે.
૨. એક પલ્યોપમના આયુષ્યવાળો મેરૂ નામને મહર્દિક દેવ વસતે લેવાથી મેરુ કહેવાય છે.
૩. અતિસુંદર દેખાવવાળો હેવાથી દેના મનમાં પણ રમત હેવાથી મનેરમ કહેવાય છે.
૪. જાંબૂનદ સુવર્ણમય અને રત્નબહુલ હેવાથી જોવા માત્રથી જેનું દર્શન મનને તૃપ્ત કરતું હોવાથી સુદર્શન કહેવાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org