________________
જૈનદષ્ટિએ મહા ભૂગેળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ
૩૪૧ દેવો હંમેશાં ભવધારણીય અપેક્ષાએ સમચતુરન્સ સંસ્થાનવાળા હોય છે. નારકીના જી હુંડક સંસ્થાનવાળા અને બાકીના છ વિકલેન્દ્રિય, સમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચો હુંડક સંસ્થાનવાળી ગણાય છે.
યુગલિક મનુષ્યો સમચતુરન્સ સંસ્થાનવાળા તથા સુંદર રૂપવાળા હોય છે. તે આ પ્રમાણે–
સારી રીતે પ્રતિષ્ઠિત કાચબાના જેવા મનોહર ચરણ, સુકુમાર, સુંવાળા પ્રવિરલરામ, લાલઘુમ ગોળ જવા, ગુપ્ત અને સુબદ્ધ સાંધાવાળી જાનુ, હાથીની સૂંઢની જેમ સરખી ગોળાઈવાળી સાથળ, સિંહની કેડ સમાન કેડનો ભાગ. પ્રદક્ષિણાવર્તવાળું નાભિમંડળ, શ્રીવત્સના ચિહ્નવાળી વિશાળ લષ્ટપુષ્ટ છાતી, નગરની પરિધિ સમાન લાંબા હાથ, સુકોમળ મણિબંધ, લાલ કમલના પત્રસમાન લાલઘુમ હાથપગના તળીયા, ચાર આંગળ પ્રમાણ ગોળ ગળું, શરદઋતુના ચંદ્રસમાન ગેળ મુખ, છત્રાકાર મસ્તક અખંડ સ્નિગ્ધ-લીસા–મનોહર-ચીકણા માથાના વાળ, તેમજ
કમંડલ, કલશ, ધૂપ, રસ્તૂપ, વાવડી, છત્ર, વજ, પતાકા, સાથિયે, યવ, મત્ય, શંખ, કાચબો, રથ, ચક્ર, કમળ, અષ્ટાપદ, અંકુશ, વૃક્ષ, મોર, માળા, લક્ષ્મી, તેરણ, પૃથ્વી, સમુદ્ર, ભવન, દર્પણ, પર્વત, હાથી, વૃષભ, સિંહ, ચામર, આદિ પ્રશસ્ત ઉત્તમ બત્રીસ લક્ષણવાળા હોય છે.
સ્ત્રીઓ પણ સારી રીતે સર્વાગ સુંદર સ્ત્રીના સઘળા ગુણવાળી, એકસરખી - ગળી-મળ જેવા સુકુમાર કાચબાની પીઠ સમાન ઉંચા મનહર પગવાળી, સંવાંટા રહિત પ્રશસ્ત લક્ષણયુક્ત જંધાયુગલ, ગુપ્તસંધિ અને માંસયુક્ત જાનુપ્રદેશ, કેળના સ્થંભ સમન–સરખા–સુકોમળ–સ્કૂલ સાથળ, મુખના પ્રમાણથી ડબલ પ્રમાણુવાળા વિશાલ જઘન, સ્નિગ્ધ-દેદિપ્યમાન-સુંદર- કમળ રામરાજી, દક્ષિણાવર્ત તરંગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org