________________
જેનદષ્ટિએ મહા ભૂળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ
૩૩૯
૩૩૯ હાડકાની ભણમાં–નજીવા ખાડામાં બીજા હાડકાને બુદ્દો-છેડે સહેજ અંદર પશ માત્ર કરીને રહેલો હોય.
સહજ નિમિત્ત માત્રમાં આ હાડકાનું બંધારણ તૂટી પડે છે.
જેને આપણે હાડકું ભાંગ્યું, ફેકચર કે ઉતરી ગયું કહીએ છીએ. વર્તમાન કાળમાં ભરત–રવત ક્ષેત્રમાં મનુષ્યોને આ અંતિમ સંઘયણ હેાય છે.
આ બન્ને ક્ષેત્ર–હૈમવંત ક્ષેત્ર અને હૈરણ્યવંત ક્ષેત્રના યુગલિક મનુષ્યો અનુલેમ વાયુવેગવાળા એટલે કંકપક્ષીની જેમ નિહાર કરનારા–એક સાથે શંકા ટળી જાય તેવા તથા સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે.
સંસ્થાન એટલે શરીરને આકાર વિશેષ–છ પ્રકારના છે. ૧. સમચતુરસ, ૨. નગ્રોધ, ૩. સાદિ, ૪. વામન, ૫. કુજ અને ૬. ઠંડક.
૧. સમચતુરન્સ સંસ્થાન–જેના બધા અંગે સુલક્ષણયુક્ત હોય તે. પદ્માસને કે પર્યકાસને બેઠેલા મનુષ્યના ચારે ખૂણા–વિભાગ સરખા માનવાળા હોય. ૧. જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ૨. ડાબા ઢીંચણથી જમણે ખભા સુધી, ૩. બે પગની વચ્ચે(કાંડા)થી નાસિકા સુધી અને ૪. ડાબા ઢીંચણથી જમણા ઢીંચણ સુધી. આ ચારે ભાગો દરેક બાજુથી સરખા હોય.
૨. ન્યગ્રોધ સંસ્થાન–ન્યો એટલે વડવૃક્ષ. તેના જેવો આકાર એટલે જેમ વડવૃક્ષ ઉપરના ભાગે મનોહર હોય છે જ્યારે નીચેનો ભાગ એટલે મનહર હેતે નથી. તેમ શરીરને નાભીથી ઉપરનો ભાગ સુલક્ષણવાળું હોય અને નાભીથી નીચેને ભાગ લક્ષણરહિત હોય.
૩. સાદિ સંસ્થાન–ન્યોધથી વિપરીત એટલે નાભીથી નીચેનો ભાગ લક્ષણવાળુ હોય અને નાભીથી ઉપરનો ભાગ લક્ષણરહિત હોય.
૪. વામન સંસ્થાન–હાથ, પગ, મુખ, ડેક લક્ષણરહિત હેય અને શરીરના પાછળની પીઠ, પેટ, છાતી વગેરે લક્ષણવાળા હોય.
૫. કુન્જ સંસ્થાન–છાતી, પેટ, પીઠ લક્ષણરહિત હોય અને પગહાથ, મુખ, ડોક આદિ લક્ષણયુક્ત હોય.
૬. હુડક સંસ્થાન–બધા અવયવો લક્ષણરહિત હોય.
આ છે સંરથાને ગર્ભજ મનુષ્ય તથા તિર્યમાં જુદા જુદા જીવની અપેક્ષાએ હોઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org