________________
૨૫૧ -
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નદીઓનું સ્વરૂપ
૩૯ પ૩ર૦૦૦ નદીઓ સાથે શીતા મહાનદી પૂર્વ દિશાના લવણ સમુદ્રમાં મળે છે. सलिला विनारिकता, उत्तरओ मालवंतपरियागं। चउकोसेहिं अपत्ता, अवरेणं सागरमईई ॥२५२॥ છાયા–સક્રિાઇfપ નારિાતા કરતઃ મારયવંતપર્યાયમ્ | ___चतुर्भिः क्रोशैरप्राप्ताऽपरेण सागरमभ्येति ॥२५२।।
અર્થ-નારિકતા નદી પણ ઉત્તર દિશાથી નીકળી માલ્યવંત પર્વતથી ચાર ગાઉ દૂર રહીને પશ્ચિમ સમુદ્રમાં જાય છે.
વિવેચન—નારિકાંતા નદી પણ આજ કેસરી દ્રહના ઉત્તર તરણેથી નીકળીને નીલવંત પર્વત ઉપર ઉત્તરાભિમુખ ૭૪૨૧ જન ૧ કલા વહીને પર્વતના છેડે રહેલ ૨૫ જન પહેાળી, ર જાન લાંબી, ૨ ગાઉ જાડી છફિવકામાંથી મુક્તાવલી હારના આકારે ૪૦૦ જનથી અધિક પ્રમાણ ધંધથી વિજય તળીયાવાળા, સુવર્ણમય કિનારાવાળા અને સુવર્ણ રજતમય રેતીવાળા નારિકાંતા પ્રપાતકુંડમાં પડે છે.
આ કુંડ ૨૪૦ એજન લ–પહેળ, ગળકારે ૭૫૯ યોજનામાં કંઈક ન્યૂન પરિધિવાળે છે. તેના મધ્ય ભાગમાં ૩૨ જન લાંબા-પહેળો ગોળાકારે ૧૦૧
જનની પરિધિવાળા ૨ ગાઉ પાણીથી ઉચે નારિકાંતા નામને દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં નારિકાંતા દેવીને યોગ્ય ન ગાઉ લાંબુ, ૧૫ ગાઉ પહોળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ ભવન હોય છે.
નારિકાંતા પ્રપાતકુંડમાં ઉત્તર તરણેથી નારિકાંતા નદી નીકળી ઉત્તરાભિમુખ જતી માર્ગમાં રહેલી ૨૮૦૦૦ નદીઓને સાથે લેતી આગળ વધે છે, અને માલ્યવંત વૃત્તવૈતાઢય પર્વત એક યોજન દૂર રહે ત્યાંથી પશ્ચિમ તરફ વળાંક લે તે પછી આગળ વધતી રમ્યફ ક્ષેત્રના બે વિભાગ કરતી અને વચમાં મળતી બીજી ૨૮૦૦૦ નદીઓ સાથે પશ્ચિમ સમુદ્ર પાસે આવતા કુલ ૫૬૦૦૦ નદીઓના પરિવાર સાથે પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને પશ્ચિમ સમુદ્રને મળે છે.
નારિકતા મહાનદીને પ્રવાહ કુંડમાંથી નીકળતાં ૨૫ પેજન પહોળો રે ગાઉ ઉડે પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ એજન પહેળે અને ૫ જન ઉડે હોય છે. ૨૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org