________________
૩૧૮
બૃહત ક્ષેત્ર સમાસ હવે મહાહિમવંત પર્વત ઉપરની નદીઓ કહે છે. हिमवंते य महंते, हरयाओ दाहिणुत्तरपवूढा।
रोहियहरिकंताओ, मज्झेणं पव्वयवरस्स ॥२४०॥ सोलस सयाणि पंचु-त्तराणि पंच य कला उगंतूणं। नगसिहरा पडियाओ, कुंडेसुं निययनामेसुं॥२४१॥ છાયા–હિમવત્તિ ૨ મતિ રતિ ક્ષિત્તિરબૂા.
रोहिताहरिकान्ते मध्येन पर्वतवरस्य ॥२४०॥ षोडशशतानि पश्चोत्तराणि पश्च च कला तु गया। नगशिखरात् पतिते कुण्डयोनिजकनाम्नोः ॥२४१॥
અર્થ મહાહિમવંતના દ્રહમાંથી દક્ષિણ તરફ રેહિતા નદી અને ઉત્તર તરફ હરિકાંતા નદી નીકળે છે. પર્વતના મધ્યભાગમાં સોળસો પાંચ જન પાંચ કલા જઈને પર્વતના શિખર ઉપરથી પોતાના નામવાળા કુંડમાં પડે છે.
વિવેચન–મહાહિમવંત પર્વત ઉપર દક્ષિણ-ઉત્તર ૧૦૦૦ યોજન પહેળો, પૂર્વ-પશ્ચિમ ૨૦૦૦ યોજન લાંબો અને ૧૦ એજન ઉંડો, વજામય તળીયાવાળા, રજતમય કિનારાવાળો, સુવર્ણરજતમય રેતીવાળો મહાપદ્મ નામનો દ્રહ છે.
તેના મધ્ય ભાગમાં ૨ જન લાંબુ–પહોળું ગોળાકારે એક મોટું કમળ છે. તેને ફરતા પદ્મદ્રહની માફક ૬ વલયોમાં કુલ ૧૨૦૫૦૧૨૦ કમળ વગેરે છે. મુખ્ય કમળની કર્ણિકામાં હી દેવીનું ભવન છે.'
પદ્મદ્રહને દક્ષિણ અને ઉત્તર બે દ્વાર-તેરણ છે. તેમાં દક્ષિણ દ્વારા તેરણમાંથી રેહિતા મહાનદી નીકળે છે અને ઉત્તર દ્વારના તારણમાંથી હરિકાંતા મહાનદી નીકળે છે.
રોહિતા મહાનદી દક્ષિણ તરફ પર્વત ઉપર મધ્યભાગે ૧૬૦૫ જન ૫ કલા વહીને તથા હરિકાંતા મહાનદી ઉત્તર તરફ પર્વત ઉપર મધ્યભાગમાં ૧૬૦૫ જન ૫ કલા વહીને પર્વતના છેડે આવે છે. તે આ પ્રમાણે
મહાહિમવંત પર્વતની પહોળાઈ ૪૨૧૦ જન ૧૦ કલા છે. તેમાંથી મહાપદ્મદ્રહની પહેલાઈ ૧૦૦૦ યજન બાદ કરવા.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org