________________
=
=
જેનદષ્ટિએ મહા ભૂળ-પઘદ્રહનું સ્વરૂપ
૨૯૭ છાયા–તસ્માર હર દ્વાન નિતા જા
पूर्वाभिमुखं गत्वा योजनानां शतानि पञ्च ॥२१४॥ गङ्गावर्तनकूटे आवृत्ता दक्षिणाभिमुख ततः पञ्चशतानि गत्वा त्रयोविंशति (अधिकानि) तिस्रः तु कलाः ॥२१५॥ निपतति गिरिशिखरात् गङ्गाकुण्डे जितिकया तु ।
मकरविवृत्ताधरसंस्थितया वज्रमयतले ॥२१६॥
અથ–ગંગા નદી આ દ્રહમાંથી પૂર્વ દ્વારથી નીકળી પૂર્વાભિમુખ પાંચસો જન જઈને ગંગાવર્તન કુંડથી વળીને પર્વતના શિખર ઉપર દક્ષિણાભિમુખ પાંચસો તેવીસ
જન ત્રણ કલા જઇને મગરે ઉઘાડેલા હેઠના આકારવાળી જીવાથી વજમય તળિયા વાળા ગંગાકુંડમાં પડે છે.
વિવેચન–પૂર્વે વર્ણન કરી ગયા તે પદ્મદ્રહના પૂર્વ દિશા તરફના દ્વારથી ગંગા મહાનદી નીકળે છે. અને પૂર્વ દિશા તરફ પર્વત ઉપર જ ૫૦૦ એજન વહે છે. ત્યાં આગળ ગંગાવર્તન નામનો કુંડ છે, તેની નજીકમાંથી દક્ષિણ દિશા તરફ વળી જાય છે. અને પર્વત ઉપર જ પ૨૩ જન ૩ કલા દક્ષિણ તરફ વહે છે ત્યાં પર્વતને છેડે આવે છે. તે આ પ્રમાણે
હિમવંત પર્વતને ઉપરને વિસ્તાર ૧૦૫ર યોજના ૧૨ કલા છે.
પર્વત ઉપર પર્વતના મધ્ય ભાગે ગંગા મહાનદીનો પ્રવાહ-પહોળાઈમાં ૬. જન અર્થાત્ ૬ જન ૪પ કલા છે તે પર્વતના વિસ્તારમાંથી બાદ કરતાં
૧૦૫૨ . ૧૨ કલા – ૬ . જા કલા
૧૦૪૬ છે. છ કલા આવે તેના અડધા કરતા ૫૨૩ એજન ૩ કલાથી અધિક આવે. અહીં અધિક ભાગની વિવિક્ષા નહિ કરતાં દક્ષિણ તરફ ૫૨૩ જન ૩ કલાએ પર્વતને છેડો આવી જાય છે. એટલે ગંગા મહાનદી પર૩ એજન ૩ કલા જેટલી પર્વત ઉપર દક્ષિણ તરફ વહેતા પર્વતના છેડે આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org