________________
બહત ક્ષેત્ર સમાસ પાંચમા આરાના અંતે શરૂ થયેલું દુઃખદ સ્વલ્પ છઠ્ઠી આરામાં ચાલુ રહે છે અને દિવસે દિવસે વધુને વધુ દુઃખદ બનતું જાય છે.
- છઠ્ઠી આરાના આરંભમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર બે હાથનું અને ઘટતાં ઘટતાં અંતમાં કંઈક ન્યૂન એક હાથનું હોય છે. આયુષ્ય પુરુષોનું ઉત્કૃષ્ટથી ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. આ મનુષ્ય વગેરે બીલમાં વસનારા હોય છે. સવાર અને સાંજે માત્ર એક એક મુહૂર્ત સુધી જ બીલની બહાર નીકળી શકે છે. આ એક એક મુહૂર્તના સમયમાં મનુષ્યો બીલમાંથી બહાર નીકળીને દોડતાં નદી ઉપર જઈ નદીમાંથી માછલાં પકડી પકડીને કીનારે નાખે છે. મુહૂર્ત બાદ સવારે સૂર્યને પ્રચંડ તાપ અને રાત્રે અતિશય ઠંડી પડતી હેવાથી મનુષ્ય બીલની બહાર રહી શકતા નથી.
કિનારે નાંખેલા માછલાં સૂર્યના તાપથી શેકાયેલા અને ઠંડીથી શોષાયેલાને આહાર કરી જીવન નિર્વાહ કરે છે કેમકે જીવતાં અથવા નહિ શેષાયેલા રસવાળા માછલાં પાચન થઈ શકે એવી પાચનશક્તિ મનુષ્યની હોતી નથી. માટે શેકાયેલા અને શેષાયેલા માછલાને આહાર કરે છે.
વળી આ મનુષ્યના શરીરના આકાર ઘણા બેડલ, કદરૂપા અને દુર્ગધીકાયાવાળા હોય છે તેમજ આચાર-વિચાર રહિત, માતા, સ્ત્રી, બહેન આદિના વિવેક વિનાના, તીર્થંચ સરખા, વ્યભિચાર વૃત્તિવાળા, મોટાં–નાનાંની મર્યાદા વિનાના, નિર્લજજ, છ વર્ષની વયે સ્ત્રી ગર્ભ ધારણ કરી ઘણા બાળકોને જન્મ આપનારી, વ્રત–પચકખાણ રહિત, પ્રાયઃ ધર્મસંજ્ઞા વિનાના, મનુષ્યનાં મડદાંને પણ આહાર કરનારા, અતિર ચિત્તવાળા, મૃત્યુ પામી પામીને મોટા ભાગના મનુષ્યો દુર્ગતિમાં જાય છે. વિશેષ વર્ણન અન્ય ગ્રંથમાંથી જાણી લેવું.
૨૧૦૦૦ વર્ષને છઠ્ઠો આરો પૂર્ણ થતાં અવસર્પિણી કાલની સમાપ્તિ થાય છે.
અવસર્પિણી કાલની સમાપ્તિ થતાં ઉત્સર્પિણી કાલની શરૂઆત થાય છે. ઈમે ધીમે બધુ સારૂ થવાની શરૂઆત થાય છે.
ઉત્સર્પિણી કાલનો પહેલો આરો, અવસર્પિણી કાલના છઠ્ઠા આરા સમાન ૨૧૦૦૦ વર્ષનો પ્રારંભથી સમાપ્તિ સુધી પ્રતિસમય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થા, સંઘયણ, બળ, આયુષ્ય, શરીર વગેરે ભાવોમાં વૃદ્ધિ થતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org