________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-કોણીનું સ્વરૂપ
નાઢય પર્વતની પહોળાઈ ભેંયતળીયે ૫૦ જનની છે. બન્ને તરફ ૧૦ જનની ઉંચાઈએ બંને તરફ ૧૦-૧૦ જનની વિદ્યાધરને યોગ્ય બે શ્રેણીના ૨૦ જન બાદ કરતાં ત્યાં આગળ વૈતાઢય પર્વતની પહોળાઈ ૩૦ જનની છે.
વૈતાઢય પર્વત ભૂમિભાગથી ૧૦ એજન ઉંચાઈ સુધી એક સરખો ૫૦ જન પહોળો છે, પછી બંને બાજુ ૧૦-૧૦ જનને એક સરખો સપાટ ભાગ આવે તે સપાટ ભાગને શ્રેણું અથવા મેખલા કહેવામાં આવે છે.
બંને શ્રેણી ઉપર વૈતાઢય પર્વતની લંબાઈ જેટલી લાંબી પદ્મવર વેદિકા અને પર્વતને લંબાઈ જેટલો લાંબે વનખંડ આવેલો છે. વળી શ્રેણી ઉપરની સરખી ભૂમિ વિવિધ પ્રકારના ભેદવાળા પાંચ પ્રકારના મણિઓથી સુશોભિત અને પ્રશસ્ત વર્ણ ગંધ, રસ રપર્શવાળા વણથી રળીયામણું છે. ૧૮૬ विज्झाहरनगराइं, पन्नासंदक्षिणाए सेढीए।
जणवयपरिणहाइं,सहि पुण उत्तररिल्लाए॥१८७॥ છાયા–વિદ્યાધરનારાણિ પશ્ચાશત્ સિયાં બળી !
जनपदपरिणद्धानि षष्टिः पुनः उत्तरस्याम् ॥१८७॥
અર્થ–દક્ષિણ શ્રેણીમાં પચાસ અને ઉત્તર શ્રેણીમાં સાઈઠ મોટા દેશોથી વ્યાપ્ત રાજધાનીરૂપે વિધાધરનાં નગર છે.
વિવેચનવૈતાઢય પર્વતની પહેલી શ્રેણીમાં વિદ્યાધરોની વસતિ છે. દક્ષિણ તરફની શ્રેણું જંબુદ્વીપના ગોળાઈના કારણે ટૂંકી હોવાથી વિદ્યાધરોના મહાનગરથી વ્યાપ્ત ૫૦ નગરે છે. અને ઉત્તર ભરતાર્ધ તરફની શ્રેણું લંબાઇમાં વધુ હોવાથી ઉત્તર તરફ વિદ્યાધના ૬૦ નગરો આવેલા છે. નગર એટલે માત્ર એકલું શહેર નહિ પણ મહાન દેશ અને અનેક ગ્રામ સહિત રાજધાનીનું મુખ્ય શહેર એવા મુખ્ય ૬૦ નગર છે.
દક્ષિણ શ્રેણીમાં ગગનવલ્લભ આદિ ૫૦ નગર છે અને ઉત્તર શ્રેણમાં રથનુપુર ચક્રવાલ આદિ ૬૦ નગરે છે. આ ગામ, નગર, દેશ લાંબી પંક્તિમાં રહેલા હોવાથી, આ વિદ્યાધર શ્રેણું કહેવાય છે. આ બધા નગરે વગેરેમાં વિદ્યાધર મનુષ્ય રહે છે. ૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org