________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-હનું સ્વરૂપ હિમવંત પર્વત ઉપરનું પદ્મદ્રહ અને શિખરી પર્વત ઉપરનું પુંડરિક દ્રહ. આ બન્ને કહે ૧૦૦૦ એજન પૂર્વ–પશ્ચિમ લાંબા અને ૫૦૦ એજન ઉત્તર-દક્ષિણ પહેળા છે.
અંદરના બે-બે દ્રો ડબલ–ડબલ વિસ્તારવાળા છે. એટલે પદ્મ અને પુંડરિક દ્રહ સમુદ્ર તરફ હેવાથી બહારના કહેવાય છે, તેની અપેક્ષાએ અંદરના મહાપત્ર દ્રહ અને મહાપુંડરિક દ્રહ, તેનાથી અંદર બે દ્રહ તિગિચ્છી દ્રહ અને કેસરી દ્રહ ડબલ વિસ્તારવાળા. એટલે મહાહિમવંત પર્વત ઉપરનું મહાપદ્મ દ્રહ અને રુકમી પર્વત ઉપરનું મહાપુંડરિક દ્રહ ૨૦૦૦ યોજન લાંબા અને ૧૦૦૦ જન પહોળા છે. તેનાથી ડબલ વિસ્તારવાળા નિષધ પર્વત ઉપર રહેલું તિગિછી દ્રહ અને નીલવંત પર્વત ઉપર રહેલું કેસરી દ્રહ ૪૦૦૦ એજન લાંબા અને ૨૦૦૦ એજન પહોળા છે. જ્યારે દરેક પ્રહની ઉંડાઈ તે ૧૦ એજન હોય છે. ૧૬૮
હવે પદ્માદિ દ્રહના અધિપતિ દેવના નામ કહે છે. एएसु सुरवहओ, वसंति पलिओवमठिईयाओ। सिरिहिरिधिइ कित्तीओ, बुद्धीलच्छी सनामाओ॥१७॥ છાયા–ત્તેg સુવાઃ વસત્તિ પોપસ્થિતિ __ श्री ही धृति कीर्तयः बुद्धिः लक्ष्मीः सनामकाः ॥१७०॥
અથ–આ દ્રહોમાં પલ્યોપમના આયુષ્યવાળી શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ લક્ષ્મી નામની દેવીઓ વસે છે.
વિવેચન—પદ્મદ્રહમાં શ્રીદેવી વસે છે. તેમ મહાપદ્મદ્રહમાં હી નામની દેવી, તિગિછી દ્રહમાં ધૃતિ નામની દેવી, કેસરી દ્રહમાં કીર્તિ નામની દેવી, મહાપુંડરિક દ્રહમાં બુદ્ધિ નામની દેવી અને પુંડરિક દ્રહમાં લક્ષ્મી નામની દેવી વસે છે. એટલે દ્રહની અધિપતિ છે.
આ બધી દેવીઓ ભવનપતિ નિકાયની હોય છે. કેમકે આ અધિપતિ દેવીએનું આયુષ્ય એક પલ્યોપમનું કહ્યું છે. વ્યંતર નિકાયમાં તો દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું કહેલ છે.
આથી ઉપલક્ષણથી સમજી લેવું કે અઢી દ્વીપમાં રહેલા શાશ્વત પદાર્થોનું અધિપતિ ભોગવતા દેવ-દેવીઓમાં દેવીઓ તે ભવનપતિ નિકાયની જ હોય છે, જયારે દેવામાં મોટે ભાગે વ્યંતર નિકાય અને વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org