________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ચમચંચા રાજધાનીનું સ્વરૂપ લા-પહોળો ચોરસ) છે. તેના મધ્ય ભાગમાં હરિરસહ દેવને ગ્ય એક મોટું સિંહાસન છે. તેને ફરતા ઈન્દ્ર, સામાનિક આદિ દેને યોગ્ય તેટલાં સિંહાસને છે. - હરિસ્સહ દેવની રાજધાની મેરુપર્વતથી ઉત્તર દિશામાં તીર્થો અસંખ્ય દ્વીપ સમુદ્રો પછીના જંબૂઢીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે.
આ રાજધાનીનું નામ હરિકાંતા છે અને ૮૪૦૦૦ યોજનાના વિસ્તારવાળી ૨૯૫૬૩ર જનની પરિધિવાળી ચમચંચા રાજધાની સમાન વર્ણનવાળી છે.
ચમચંચા રાજધાની * મેરપર્વતથી તીચ્છ દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો મૂક્યા પછી અરૂણવર નામને દ્વીપ આવેલ છે. તેની બાહ્ય વેદિકાથી ૪૨૦૦૦ એજન અરૂણવર સમુદ્રમાં ચાર નામના અસુરેન્દ્રને તિબિંછિ નામને કુટ–ઉત્પાત પર્વત આવેલ છે.
આ ઉત્પાત પર્વત ૧૭૨૧ જન ઉંચે, મૂલમાં ૧૦૨૨ યોજન વિસ્તારવાળો, મધ્ય ભાગમાં ૪૨૪ જન વિરતારવાળો, ટોચ ઉપર ૭ર૩ જન વિસ્તારવાળો. એટલે મોટું મુકુંદ–વાજિંત્ર હેાય એવા આકારવાળો-નીચે અને ઉપર વિશાળ જયારે મધ્ય ભાગમાં સાંકડે છે,
પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત સર્વરત્નમય સુશોભિત, એક સુંદર પ્રાસાદ પર્વતની ટોચ ઉપર મધ્ય ભાગમાં આવેલ છે. આ પ્રાસાદ ૨૫૦ એજન ઉચા અને ૧૨૫ જન વિસ્તારવાળો અતિ રમણિય છે. પ્રાસાદની અંદર આઠ જનના મણિપીઠ ઉપર ચમરેન્દ્રનું તથા તેના પરિવારના રત્નમય સિંહાસને છે.
શ્રી જિનેશ્વર ભગવંતના જન્માદિ મહોત્સવ પ્રસંગે અમરેન્દ્રને તીર્થોલોકમાં આવવાનું હોય છે. ત્યારે અમરેન્દ્ર પોતાના આવાસમાંથી નીકળીને પ્રથમ આ ઉત્પાત પર્વત ઉપર આવે છે. તે પછી જ જ્યાં જવું હોય ત્યાં (ઉડીને) જાય છે. માટે આ પર્વતને ઉત્પાત પર્વત કહેવામાં આવે છે.
આ પર્વતથી તીચ્છ દક્ષિણ દિશામાં ૬૫૫ ક્રોડ, ૩૫ લાખ, ૫૦ હજાર યોજન મૂક્યા પછી અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં જે સ્થાન આવે ત્યાંથી અલોકમાં રત્ન પ્રભા પૃથ્વીની નીચે ૪૦૦૦૦ યેજને ઘણા મણિરત્નોથી પ્રકાશિત જંબૂદ્વીપ જેટલી એક લાખ એજનના વિસ્તારવાળી ગોળાકારે ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાની આવેલી છે. -
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org