________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-શાશ્વત પ્રતિમાનું સ્વરૂપ જીભ-શ્રીવત્સ-ટુચક (સ્તનની ડીંટી) અને તાળવું આ બધા ભાગો તપનીય સુવર્ણમય -રક્તવર્ણના, દાઢી-મૂછ અને રોમરાજી રિક્ટરત્નમય-કૃષ્ણવર્ણની, બે હૈઠ પરવાળાના રત્નસમાન, નાસિકા લોહિતાક્ષરત્નસમાન, નાસિકાને અંદરનો ભાગ તપનીય સુવર્ણમય -લાલવર્ણને, નેત્ર અંકરત્નમય-સફેદ, ખૂણે લેહિતાક્ષરત્ન સમાન લાલ, કીકી– પાંપણ—અને ભવાં રિણરત્નમય-શ્યામ, માથાના વાળ રિષ્ઠરત્નમય–સ્થામ-કાળા, લલાટ -કાન–અને ગાલ સુવર્ણવર્ણ–પીળા વર્ણનાં, માથાનો ભાગ તપનીય સુવર્ણમય, શીર્ષઘટિકા (શીખા) વજરત્નમય-ત, ગળુ-હાથ-પગ-ધંધા–પાની–સાથલ- અને શરીર સર્વ સુવર્ણમય છે. આ મુજબ દરેક શાશ્વત શ્રી જિન પ્રતિમાજીના બધા અંગે રત્ન વગેરેથી બનેલા હોય છે.
દરેક શ્રી જિનપ્રતિમાજીની પાછળ સફેદવર્ણવાળી છત્રધારી ઉભેલી એક પ્રતિમા, બન્ને પડખે સફેદવર્ણવાળી ઉભેલી એક એક ચામરધારી-બે ચારધારી પ્રતિમા રહેલી છે. સન્મુખ ભાગમાં બન્ને બાજુ એક એક યક્ષ પ્રતિમા હેવાથી બે યક્ષ પ્રતિમા, ત્યાર બાદ એક એક નાગ પ્રતિમા હોવાથી બે નાગપ્રતિમા, ત્યાર બાદ એક એક ભૂતપ્રતિમા હોવાથી બે ભૂતપ્રતિમા, ત્યાર બાદ એક એક કુંડધારપ્રતિમા હેવાથી બે કુંડધાર પ્રતિમા એમ ચાર પ્રકારની રત્નમય પ્રતિમા વિનયપૂર્વક ઉભેલી હોય છે.
શાશ્વત શ્રી જિનપ્રતિમા ઉત્સધ આંગળ પ્રમાણ મોટામાં મોટી ૫૦૦ ધનુષના પ્રમાણવાળી અને નાનામાં નાની સાત હાથે પ્રમાણવાળી હોય છે. અહીં સિદ્ધાયતનેમાં જે શ્રી જિનમૂર્તિઓ છે તે તે ૫૦૦ ધનુષ પ્રમાણવાળી જાણવી. કહ્યું છે કે
'तत्थुस्सेहंगुलओ, सत्तकरा उढ्ढलाअ अहलाए।
सासयपडिमा वंदे, पणधणुसयमाण तिरियलाए ॥'
ઉર્વલક અને અધલોમાં ઉત્સધ આંગળથી ૭ હાથના પ્રમાણવાળી અને તીર્ફીલેકમાં ૫૦૦ ધનુષના પ્રમાણવાળી શાશ્વત શ્રી જિન પ્રતિમાને હું વંદન કરૂં છું.
૧- શ્રી ભાવ જિનેશ્વરની સદ્દભાવ સ્થાપના હોવાથી, વાળ, દાઢી, મૂછ કયાંથી હોય? જવાબ- શ્રી ભાવ જિનેશ્વરને પણ કેશાદિ અવસ્થિત કહેલા છે. સર્વથા અભાવ હોય નહિ. ૨- જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નાગપ્રતિમા પછી યક્ષ પ્રતિમા કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org