SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ sssssssssssssssssx શાલવન, નંદનવન, સૌમનસવન, પાંડુકવન, શ્રી તીર્થકરોના જન્માભિષેક કરવામાં આવે છે તે અભિષેક શિલાઓ, જંબૂવૃક્ષ, વનખંડ, વેદિકા, પાતાલકશ વગેરે શાશ્વત પદાર્થોની લંબાઈ, પહેળાઈ વગેરેનું માપ વગેરે જણાવેલ છે, તથા ગણિતની પણ સારી સ્પષ્ટતા કરવામાં આવેલી છે. આ વિષયને સરળતાથી ખ્યાલ આવે તે માટે તે તે વિષયના ચિત્ર, યંત્રો વગેરે પણ આપવામાં આવેલ છે. શ્રી જિભદ્રગણિ ક્ષમાશ્રમણે છઠ્ઠા સૈકામાં આ બહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથની ૬૫૫ ગાથા પ્રમાણ રચના કરેલી તે પછી આ જ ગ્રંથના આધારે સંવત ૧૪૨૮માં પંદરમાં સૈકામાં પૂજ્યપાદ શ્રી રતનશેખર સૂરીશ્વરજી મહારાજે લઘુ ક્ષેત્ર સમાસ ગાથા ૨૬૩ પ્રમાણ પણ ટીકા સાથે રચના કરેલ છે. ૨૬૩ ગાથી પ્રમાણ લઘુ ક્ષેત્ર સમાસ ગ્રંથનું ભાષાંતર શ્રાવક ભીમશી માણેક તરફથી તથા જૈનધર્મપ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલ. તે પછી સંવત ૧૯૯૦ માં પૂ. પ્રવર્તક મુનિવર શ્રી ધર્મવિજયજી મહારાજે શાસ્ત્રીય આધારે સંશોધન પૂર્વક યંત્રે, ચિત્ર, વિશદ ગુજરાતી વિવેચન સાથે તિયાર કરેલ મુક્તિકમલ જૈન, મેહનમાળા (વડેદરા) તરફથી પ્રસિદ્ધ થયું હતું. ત્યારબાદ આ ગ્રંથ અપ્રાપ્ય જે થતાં તાજેતરમાં તે લઘુ ક્ષેત્ર સમાસની પુનરાવૃત્તિ સ્વ. પૂ. આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વિદુષી સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીએ ઘણી મહેનત લઈને પ્રસિદ્ધ કરેલ છે. બૃહત્ ક્ષેત્ર સમાસ ગાથા ૬૫૫ ના આધારે લધુ ક્ષેત્ર સમાસ ગ્રંથ રચાયેલ છે. આથી આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથમાં ૩૨ ગાથા વધુ હોવાથી દરેક પદાર્થોનું સ્વરૂપગણિત વગેરે વિશદ રીતે હોય એ સ્વાભાવિક સમજાય એમ છે. બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથ ઉપર મલધારી શ્રી મલયગિરિ મહારાજે તેરમા સૈકામાં સંસ્કૃત ભાષામાં ટીકા કરેલી. તેનું ગુજરાતી વિવેચન કરવાની ભાવના થઈ અને પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબને જણાવતાં તેઓશ્રીએ પ્રોત્સાહન આપતા અને પૂજ્ય ગુરુભ્રાતા જ્યોતિર્વિદ્ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય રેવતસૂરીશ્વરજી મહારાજે કાઢી આપેલ સં. ૨૦૩૧ ના શ્રાવણ વદ પના શુભ દિવસે મુંબઈ ભાયખલા ઉપાશ્રયમાં આ શ્રી બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથનું વિવેચન લખવાને પ્રારંભ કર્યો. સાથેજ શ્રી નવપદજીના દરેક પદ ઉપર ૮-૮ પૂજા રચવાની પણ શરૂઆત કરેલ. *BN 92333 335 3sx Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy