________________
૮૮
બૃહત ક્ષેત્ર સમાસ રમક ક્ષેત્રની પહોળાઈ ૮૪૨૧ જન ૧ કલાની છે. નીલવંત પર્વતની ૧૬૮૪ , ૨ by મહાવિદેહ ક્ષેત્રની , ૩૩૬ ૮૪ , ૪ કલાની છે. ૩૨
આ પ્રમાણે ક્ષેત્ર અને પર્વતની પહેળાઈ જણાવી, હવે દક્ષિણ ભરતા આદિના ઇષ કહેવા જોઈએ, કેમકે આગળ ઇષના માપથી ક્ષેત્રાદિના જીવાદિક લાવવાના છે. ઇષના માપમાં પુરેપુરા યોજન કરતા કેટલીક કલા અધિક પણ હોય છે, તેથી જીવાદિકની રીત સહેલી નથી, તે સહેલાઇથી જાણવા માટે પહેલા દક્ષિણ ભરતાર્થ ક્ષેત્ર અને વિતાઢય પર્વતની ઇષ કલાઓમાં કહે છે. અર્થાત યોજન અને કલાઓમાં ઇષનું પ્રમાણ નહિ કહેતા માત્ર કલાઓમાં કહે છે. दाहिणभरह उसू; पणयाल सया कलागुपणुवीसा। वेयडढेपणसयरी, चउपण्ण सया कलाणं तु॥३३॥ છાયા–શિખમરતાઈ રૂપુ: રાશિત શતાનિ છાનાં વિસતિ !
वैताढये पञ्चसप्तति चतुः पञ्चाशच्छतानि कलानां तु ॥३३॥
અર્થ–દક્ષિણ ભસ્તાની ઈષ પીસ્તાલીસસો પચીસ (૪૫૨૫) કલા છે, વિતાઢય પર્વતની ઈષ ચપન પંચોતેર (૫૪૭૫) કલા છે.
વિવેચન–ઈષ કોને કહેવાય? ગાળ પદાર્થને જે એક છેલ્લે દેશ (અમુક) ભાગ જે ધનુષ આકાર થાય તેટલા દેશ ભાગને ખંડ કહેવાય. તે ખંડ સ્થાને છેલ્લે ધનુષની કામઠી સરખો ભાગ તે ધનુપૃષ્ઠ કહેવાય છે, તે ધનુપૃષ્ઠના અતિ મધ્ય ભાગથી તે ખંડના પર્યત ભાગ સુધીનો બાણ સરખો સીધે ભાગ–પહોળાઈ તે ઇષ કહેવાય છે.
ખંડની પહોળાઈ તે વિષ્કભ-વિરતાર કહેવાય છે અને ધનુપૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ટ જીવા સુધીની પહોળાઈ તે ઈષ કહેવાય છે. વિધ્વંભ અને ઇષમાં આ તફાવત છે.
ઈષમાં ખંડની પહોળાઈ અંતર્ગત છે અને તે ઉપરાંત ધનુરૃષ સુધીની પહોળાઈ અધિક છે, વિધ્વંભમાં તે માત્ર ખંડ (ક્ષેત્ર કે પર્વત) ની જ પહોળાઈ ગણાય છે.
આ કારણથી ઘણાં ક્ષેત્ર-પર્વતેમાં ઇષથી વિષ્કભ નાનો હોય છે, પણ પયતના ભરતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રના વિભાગમાં તે ઇષ અને વિષ્ક્રભ બન્ને સરખા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org