________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-જગતીનું સ્વરૂપ
૫૭ –પહેલા પાંચ ગૃહોમાં સુખપૂર્વક બેસવું, પ્રેક્ષાગૃહમાં ખેલ-તમાસા દેખવાદેખાડવા, મજજનગૃહમાં સ્નાન કરવું, પ્રસાધનગૃહમાં શણગાર સજવા, ગર્ભગૃહમાં મંત્રણા કરવી, મોહનગૃહ મિથુન ક્રિડા માટે, શાલાદિ ચાર ગૃહો ચિત્રામણ આદિ માટે, ગંધર્વગૃહ ગીત-નૃત્ય વગેરે માટે, આદર્શ ગૃહ રૂપ નિરખવા માટે છે. આ સર્વ ગૃહો રત્નમય પૃથ્વીકાયના પરિણામરૂપ હોય છે.
પ્રાસાદો તથા ગૃહોમાં દેવોને 5 સર્વ રત્નમય વિવિધ પ્રકારના હંસ આકાર, ગરૂડ આકાર, કૌંચ આકાર, આદિ વિવિધ પક્ષી આકારના, ભદ્ર આકાર, પદ્મ આકાર, મગર આકાર, સિંહ આકાર, વગેરે આકારવાળા ઉચ્ચાસન, પ્રણતાસન, દીર્ધાસનાદિ, વરિતક આકારવાળા આસને રહેલા છે. તેમજ જાતિ મંડપ, માલતિ મંડપ, મલ્લિકા મંડપ, નવલિકા મંડપ, મુદ્રિકા મંડપ, શ્યામલતા મંડપ, વગેરે વિવિધ મંડપ આવેલા છે.
આ મંડપોમાં પણ નેત્રને લોભાવનારા, વિવિધ આકારના સુવર્ણમય શિલાપદકે હોય છે.
આ પ્રમાણે જગતી ઉપર ૧-તૃણ, ૨-તેરણ, ઉ–ધવજ, ૪-છત્ર, પ–વાવડી, ૬-પ્રાસાદ, ૭–પર્વત, ૮-શિલાપટ્ટક, ૯-મંડ૫, ૧૦-ગૃહ અને ૧૧–આસનો રહેલાં છે. તેમાં ૧-તૃણ, ર–વાવડી, ૩–પર્વત, ૪–મંડપ અને ૫-ગૃહ. આ પાંચ વરતુઓ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને હોય છે. જ્યારે ૧-તોરણ, ર–વજ અને ૩છત્ર, વાવડીઓના પગથિઓ ઉપર હોય છે. છત્રમાં એક છત્ર, ઉપરા ઉપરી બે છત્ર, ઉપરા ઉપરી ત્રણ છત્ર તથા અનેક છત્રો પણ હોય છે.
પ્રાસાદો ક્રિડા પર્વત ઉપર હોય છે. શિલાપટ્ટો અને મંડપ વનખંડમાં ઠામઠામ હોય છે અને બાર પ્રકારના આસન પર્વત ઉપરના પ્રાસાદે અને ગૃહોમાં હોય છે.
ગવાક્ષ કટક એટલે ઝરૂખે. દરેક જગતીના મધ્ય ભાગમાં એટલે મૂલથી ૪ જન ઉંચે ફરતો વલયાકારે બે ગાઉ ઉંચે અને ૫૦૦ ધનુષ્ય પહોળો મટે ગવાક્ષ કટકઝરૂખે સમુદ્ર તરફ આવેલ છે. આ ઝરૂખામાં ઉભા રહીને દેવ-દેવીઓ સમુદ્રની શોભા દેખીને આનંદ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org