________________
૪૩
જનદષ્ટિએ મહા ભૂગળ-વગમૂળનું સ્વરૂપ
આંકડાનું ગણિત હંમેશાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતાં જતાં થાય છે. એટલે એકમ સંખ્યા જમણી બાજુ છેલ્લી આવે છે અને દશક સંખ્યાઓ ડાબી બાજુથી ચાલી આવે છે. માટે સંખ્યાનું વાંચન ડાબી બાજુથી થાય છે.
જેમ કે, જમણી બાજુથી ડાબી તરફ-એકમ, દશક, સે, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ વગેરે.
લાખ દશ હજાર હજાર સો દશક એકમ
૪ ૬ ૫ ૭ ૩ ૯ વાંચન–ચાર લાખ પાંસઠ હજાર સાતસો ઓગણચાલીસ. ગણિત–ભાગાકાર સિવાય જમણી બાજુથી ડાબી બાજુ થાય છે. ગુણકાર–દા. ત.? | ચાર પંચા વિસ, વીસની શૂન્ય બે વધ્યા, ચાર ચોક
સોળ, બે ઉમેરતાં અઢાર, અઢારને આઠ, એક વધે, ૧૬૨૪૫
ચાર દુ આઠ, એક ઉમેરતાં નવ, ચાર છક ચોવીસ, X ૪
ચોવીસને ચગડો, બે વધ્યા, ચાર એકા ચાર, બે ६४८८०
ઉમેરતાં છે, જવાબ–ચોસઠ હજાર નવસો એંશી વંચાય. સરવાળા, બાદબાકી, પણ આ રીતે જમણેથી ડાબે કરાય છે. જ્યારે ભાગાકાર ડાબેથી જમણે કરાય છે.
માટે વર્ગમૂળ કાઢવા માટે પણ છેલ્લા એકમના આંકડાથી, દશક, સો, હજાર, દશ હજાર, લાખ વગેરે આંકડા વિષ–સમની નિશાની કરવી. એકી સ્થાનના આંકડા વિષમ કહેવાય છે અને બેકી સ્થાનના આંકડા સમ કહેવાય છે. ઉભી લીટી ' અથવા શૂન્ય ° વિષમ, અને આડી લીટી – સમ સમજવી.
આ નિશાની કરવાનું કારણ, વર્ગમૂળને ભાગાકાર કરતી વખતે ડાબી બાજુના પહેલા આંકડા ઉપર ! અથવા ° ની નિશાની હોય તો એક જ આંકડાથી વર્ગમૂળનું શોધન શરૂ કરવું જોઈએ, પણ પહેલા આંકડા ઉપર સમ – નિશાની હોય તે બે આંકડાથી વર્ગમૂળનું શેધન કરવું જોઈએ. તે પછી દરેક વખતે વિષમ નિશાનીવાળી સંખ્યા કટકે કટકે નીચે ઉતારવી. કેમ કે એકી સાથે મોટી સંખ્યાને ભાગાકાર કે વર્ગમૂળ કરી શકાય નહિ. માટે કટકે કટકે સંખ્યા ઉતારીને તેનું વર્ગમૂળ કરતાં કરતાં ઠેઠ સુધી–પુરી સંખ્યાનું વર્ગમૂળ કરી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org