________________
/
એક શ્વાસોચ્છુવાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય. તો આપણું કામ સિદ્ધ થાય. દુર્લભ એવો આ મનુષ્ય દેહ, આંખ ક્યારે મીંચાશે તેની ખબર છે ? નથી, તો આપણું કામ કરી લેવું જોઈએ. કામ એટલું જ કે સમ્યક્દર્શન પ્રાપ્ત થઈ જવું જોઈએ. એ અત્યારે થઈ શકે તેમ છે. (પા. ૩૦)
આપણા બધામાં વિભાવ પરિણતિ છે. એમાં કોઈ સમય એવો પણ આવ્યો હશે કે જ્યારે એ વિભાવ પરિણતિમાં ઉલટ થઈને “સુભાવ ગણી લીન હૈ” પોતાનો સ્વભાવ પ્રગટ થઈ ગયો. જેટલા અંશે સ્વભાવ પ્રગટ થાય તેટલે અંશે વિભાવ જાય. આ સ્વભાવ પ્રગટ થયો. એટલે જે લેવાનું હતું, પ્રાપ્ત કરવાનું હતું એ બધું મળી ગયું. જે
ગુરૂવાણી છે પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org