________________
જીવત ઝરમર
જે વાત્સલ્ય હૃદય છીપનું મોતી છે, વાત્સલ્ય એ મન મોરલીનું સંગીત છે. વાત્સલ્ય એ સૌંદર્યનું ઉર્મિલ ગીત છે. વાત્સલ્ય એ અમૃતનું ઝરણું છે.
આવા આ વાત્સલ્ય ભાવનો ખજાનો પૂજ્યશ્રી સાધ્વીશ્રી મયણરેહાશ્રીજી મ.સા. હતા. પૂજ્યશ્રીએ પાંચમ, વીશસ્થાનક તપ, વર્ષીતપ, શ્રેણીતપ, સિદ્ધિતપ, સમવસરણતપ, ભદ્રતપ, ઘનતપ, અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી, છ અઠ્ઠાઈ, ૯૯ યાત્રા સિદ્ધગિરિની મોટી. આવી તપ સાધના સાથે પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ.સા, મહાતપસ્વિ-તપસ્વીરત્ન-તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ્ આ.ભ. શ્રીમદ્ વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ્રવચન પ્રભાવક, સરળ વિભૂતિ ચકાચક પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ પૂજ્યવર્ષોનીનિઃસ્વાર્થભાવે અપૂર્વ ભક્તિનો લાભ લીધો હતો.
૫૪ વર્ષના દીક્ષા પર્યાયમાં છેલ્લા ૨૫ વર્ષમાં પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સાથે ૧૭ ચાતુર્માસ કર્યા. છેલ્લું ચાતુર્માસ મહુવા કરી. બારડોલી મુકામે ઉપાશ્રયનું ઉદ્ઘાટન હોવાથી મહા વદ-૫ના પ્રવેશ અને મહા વદ૬ ના નવનિર્મિત ઉપાશ્રયનું ઉદ્ઘાટન, રથયાત્રાનો વરઘોડો, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ કાર્યો સંપૂર્ણ થયા. રાત્રે પ્રતિક્રમણમાં પણ સ્વસ્થ ચિત્તે શાંતિ બોલી અને રાત્રે સંથારા પોરિસિ ભણાવ્યા બાદ નવસ્મરણ ગૌતમસ્વામિ રાશ ગણીને સૂતા. મધ્ય રાતે ૧-૩૦ કલાકે શ્વાસોશ્વાસ ગતિ વધી ગઈ. પૂજ્યપાદ પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને જાણ થતાં તુરત જ પધાર્યા. વાસક્ષેપ કરી નમસ્કાર મહામંત્રાદિ માંગલિક શ્રવણ કરાવ્યું. ત્યારે સાધ્વીજી શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org