________________
[
જીવન ઝરમર
–
પૂજ્યપાદ શ્રી મયણરેહાશ્રીજી મ.સા.ની જીવન ઝરમર
વિ.સં. ૨૦૦૦ શ્રાવણ વદ ૦)) ના પાલિતાણા સિદ્ધક્ષેત્રની ધન્ય ધરા ઉપર જેમ સમુદ્રમાંથી રત્નો પાકે, છીપમાંથી મોતી પાકે, સ્વાતિ નક્ષત્રમાં વરસેલું બિંદુ જેમ મોતી બને તેમ પિતાશ્રી રાયચંદભાઈના મૂળમાં અને માતુશ્રી શાંતાબેનની કુક્ષીએ કોહીનૂર રત્ન સમાન સુપુત્રી રત્નનો જન્મ થયો હતો. મધને પણ ઈર્ષ્યા થાય. એવી મધુર ભાષી આ પુત્રીનું નામ “મધું પાડવામાં આવ્યું. જોતજોતમાં મધુએ ૭ વર્ષ વિતાવ્યાં ત્યાં પિતાજી રાયચંદભાઈ સ્વર્ગે સિધાવ્યા. ત્યારબાદ માતા શાંતાબેનને શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. સા. શ્રી દેવશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. શ્રી સૌભાગ્યશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા.શ્રી સુનંદાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. શ્રી પાશ્રીજી મ.સા.નો સમાગમ થયો. જેના પ્રભાવે સંસારની અસારતા સમજી, સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કોલેજમાં દાખલ થવા માટે વિનય-નમ્રતાના કિંમતી અલંકારોથી સજ્જ બનવા મહાન ચારિત્ર માર્ગ સાધવાના ભાવ કેળવ્યા. ત્યારે માતાએ દિકરી મધુને પૂછ્યું. તારે સંયમ લેવો છે? આ પૂછે કે તરત જ દિકરી મધુએ વિલંબ કર્યા વિના હા પાડી કહ્યું!હા!મારે પણ સંયમ લેવો છે અને
બનેએ વિ.સં. ૨૦૦૮ માગશર સુદ-૧૧ના ખંભાત મુકામે વાત્સલ્ય વારિધિ - સમયજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે માતાની સાથે જ દિકરી મધુએ આઠ જ વર્ષની બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ
કરી.
પૂ.સા. શ્રી પદ્માશ્રીજી મ.સા.ના શિષ્યા માતા શાંતાબેન
B
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org