________________
ચોવીશ જિન સ્તુતિ -
૧૩. શ્રી વિમલનાથ ભગવાનની સ્તુતિ જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, તેવી રીતે વિમલજિનનાં ધ્યાનથી નષ્ટ થાય, પાપો જૂનાં બહુ ભવતણાં, અજ્ઞાનથી કરેલાં, તે માટે હે જિન ! તુજ પદે પંડિતો છે નમેલાં.
૧૪. શ્રી અનંતનાથ ભગવાનની સ્તુતિ જેઓ મુક્તિ નગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ સંત, જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્ય મારા હૃદયકમલે આવજો શ્રી અનંત.
૧૫. શ્રી ધર્મનાથ ભગવાનની સ્તુતિ સંસારસંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેનદ્ર તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીંદ્ર, લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું, નિત્ય ધર્મ પ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું.
૧૬. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ જાણ્યાં જાયે શિશુ સકળનાં લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી, પખંડો ને નવ નિધિ તથા ચૌદ રત્નો તજીને, પામ્યા છો જે પરમ પદને આપજો તે અમોને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org