________________
આવી બધી વિષમ પરિસ્થિતિ વિશ્વમાં વધતી જાય છે, તે ચિંતા સાથે દુ:ખનો વિષય છે. આ બધા દોષોનું વારણ કરવા માટે અને સમ્યક જ્ઞાન મળવા સાથે વિવેકી બનવા માટે આ અણું જેવું નાનું એવું પ્રકાશન આંખ ઉઘાડનારું છે. માનવી શાનમાં સુધરી જાય તો ઉત્તમ છે, નહિ તો સ્વચ્છંદી વર્તનથી સ્વ-પરને તથા ભાવિ પેઢીને રોગોની ખાઈમાં ફેંકી દેશે.
અસાધ્ય ગણાતા રોગોની સારવાર આજકાલ કુદરતી ઉપચાર, પંચગવ્યનાં ઉપચારથી, વૈધકીય પથ્ય-| પાલનવાળી દેશી ચિકિત્સાથી વધુ લાભદાયી બને છે. ગૌમૂત્ર દ્વારા પેટના કચરા સાફ થાય છે. વાત-પિત્તકહ્ન શમન થાય છે. કેન્સરની હોસ્પિટલ વાગલધરાવલસાડ ખુલી છે.
રેડલાઈટ અનેક અકસ્માતોથી બચાવે છે તેમ આ પુસ્તકની રેડલાઈટ અનેક રોગોના ભોગથી બચાવે છે. માનવીને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરવા સાથે સમાધિયોગ તરફ વાળીને સાચા આરોગ્યની દિશા તરફ વાળે છે. સાચા માર્ગે ચાલનાર વ્યક્તિનું જીવન આનંદમય બની જાય છે. માટે આ પુસ્તકનું વારંવાર મનન કરી જીવનને સાત્વિક-તંદુરસ્ત-ચિંતામુક્ત-પ્રભુમય બનાવવું સૌનું કર્તવ્ય છે.
(૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org