________________
જ શ્રીહરિ
શિખર પરથી સરતી શબ્દાવલિ સમી સરિતા કઈ હદયકુંજમાં ગુલખિલવે કે નખિલવે, કાઈપનિહારીને ઘડે ભરી દે કે ન ભરી દે, પણ તૃષાતુરની આકંઠ તૃષા જરૂર બુઝાવે છે. વાતાવરણને સત્વભર્યું શીતલ અવશ્ય સરજે છે. વક્તાની વાણુનું–હરિકથાકીર્તનનું આથી વધુ સાર્થક્ય શું?
શાસ્ત્રકારે કહે છે કે હરિરસ શ્રેતાનું કલ્યાણ કરે કે ન કરે, અનુગ્રહબુદ્ધિવાળ વક્તા તે કલ્યાણને અવશ્ય વરે છે !
કીર્તન કરતાં, કથાવાર્તા કરતાં આવાં અનેક વિચાર-મૌક્તિકે સદા વેરાયા કરતાં. ખ્યાલ પણ ન હતું કે એ સંઘરાઈ જશે, ને મોતીની માળ બનશે.
હરિકૃપા વિના તરણું પણ હાલતું નથી. ભાઈ સાઠંબાકરને હરિ–પ્રેરણું મળીને એણે પોતાની છાબમાં આ મોતી સંઘરી લીધાં.
હરિકૃપા અજબ છે. સંધરેલાં મોતને ઝવેરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org