________________
-
૫ ) ૯૦૯૯૯ માટે કાંઈક શુભ સંકેતના એંધાણ રૂપ હશે !
સાંજના વિહાર વખતે પૂજયશ્રીએ જાણે કો'ક સંકેતનો શંખ વગાડતા હોય તેમ ગામમાં જિનાલય નિર્માણ કરવાની પ્રેરણા કરી. ગ્રામજનોએ તેને સહર્ષ ઝીલી લેતાં ફાગણ સુદ ૨, તા. ૯-૩-૨૦૦૮, બુધવારના રોજ શાન્તિદાયક શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા થવા પામી.
પ્રતિષ્ઠા અવસરે ગામની પ્રત્યેક વ્યક્તિ હર્ષના હિલોળે ચઢી હતી. ગામવાસીઓ એક બીજાને મો મીઠું કરાવતા હતા. ને નાચગાન કરતા હતા. એક પણ જૈન ઘર વિનાના સૌભાગ્યશાળી એવા આ ગામમાં ઘણાં જૈનેતરો રોજ સેવા-પૂજા ભક્તિ કરે છે. કુલ ૧૪૩ બાળકો પૂજા કરે છે.
“શ્રી સિદ્ધિ ભદ્રંકર મહિલા મંડળ” ની સ્થાપના બાદ ગામની ૪૮ જૈનેતર બહેનો રોજ સામાયિક અને સંધ્યા ભક્તિ કરે છે. તો ગામના યુવાનોએ “શ્રી નવકાર યુવક મંડળની સ્થાપના કરેલ છે.
આ માર્ગ ઉપર વર્ષના આઠ મહિના દરમ્યાન ૭00 થી ૮૦૦ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોનો વિહાર થાય છે, સમસ્ત ગામજનો ખૂબ જ સુંદર રીતે વૈયાવચ્ચનો લાભ લઈ રહ્યા છે. જિનાલયની બાજુમાં જ સુંદર નૂતન ઉપાશ્રયનું નિર્માણ થયેલ છે. જયાં ગ્રામજનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક ધર્મ આરાધના કરે છે.
આ વખતે પાંચમા વર્ષે પણ પવધિરાજ પર્યુષણ મહાપર્વદરમ્યાન પ્રભુ મહાવીરના જન્મકલ્યાણક દિને સ્વપ્નના ચઢાવા બોલાવાયેલ પર્યુષણમાં અનેકે રોજ એકાસણા, અનેક ( યોગી ન બની શકો તો અન્યને ઉપયોગી વો બનશોને?
Jain Education International
*For Personal & Private Use Only
www.jainelibrary.org