________________
- ૯-૪-૯(૩૯) ગુરુભગવંતને જયારે ખાનગીમાં આવી રીતે વાત કરી, ત્યારે સહજ રીતે જ ગુરુજીએ સામો પ્રશ્ન કર્યો, “એવું તમે કયા આધારે કહો છો? આમ તો એ બહુ કડક લાગે છે..”
“એટલે જ તો આપને આ વાત કરવા આવ્યો છું” એ શ્રાવક બોલ્યો, અને પછી એણે એક અદ્ભુત ઘટના ગુરુજીને કહી સંભળાવી. - “અમારા સંઘમાં ઘણાં વર્ષોથી એ ટ્રસ્ટી અને પછી પ્રમુખ પદે રહ્યા છે. એમની લાગવગ-સત્તા ઘણી ! અત્યંત પ્રામાણિક ! પણ સ્પષ્ટ વક્તા ! લશ્કરી શિસ્તમાં માનનારા !
એકવાર સંઘના એક ભાઈને નવા ટ્રસ્ટી તરીકે લેવાની વિચારણા શરૂ થઈ. બીજા બધા ટ્રસ્ટીઓ, એ નવા ભાઈને ટ્રસ્ટી તરીકે લેવા લગભગ તૈયાર ! પણ અમારા પ્રમુખ સાહેબને એ ભાઈ માફક આવેલા નહિ. એટલે એમણે ટ્રસ્ટીમંડળમાં રજૂઆત કરી કે “એ ભાઈને જો ટ્રસ્ટી તરીકે લેવાના હોય, તો પછી એમની સાથે હું કામ નહિ કરી શકું. હું રાજીનામું આપી દઈશ., તમે ખુશીથી એમને લો...”
આ શબ્દો ધમકીરૂપ ન હતા, પણ એમની સચ્ચાઈનો રણકાર હતો. ટ્રસ્ટીઓ “પ્રમુખસાહેબ જાય' એ કોઈપણ ભોગે ઈચ્છતા ન હતા. એટલે છેવટે પેલા ભાઈને નવા ટ્રસ્ટી બનાવવાનું રદ્દ કરવામાં આવ્યું
- આ બધી વાત કાંઈ છાની રહે? પેલા ભાઈને ખબર પડી અને એમને પ્રમુખ સાહેબ ઉપર ભારે ક્રોધ ચડ્યો. “એમણે મને ટ્રસ્ટી બનતા અટકાવ્યા.” આ વિચારને કારણે એવો તો વૈરભાવ બંધાયો કે સંઘમાં પ્રમુખ સાહેબ માટે નિંદા-ટીકા મોત પણ મહેફીલ બની શકે કેમકે...)
Jain Educator imterational
ror personal Prvate useo
www.jainelorary.org