________________
------------૯(૩૬)----------- માતાએ ખૂબ સંસ્કારો આપ્યા. ગર્ભકાળમાં જીવન ખૂબ ધર્મમય બનાવ્યું. માની એક જ ભાવના કે “મારા ઘરે આવેલું સંતાન દુર્ગતિમાં ન જવું જોઈએ.” જન્મથી ઉકાળેલું પાણી, ઉંમર થતા નવકારશી, ચૌવિહાર, ભગવાનના દર્શન-પૂજા, સામાયિક, અભક્ષ્યનો સંપૂર્ણ ત્યાગ, કંદમૂળનો ત્યાગ. હજુ સુધી મોક્ષાનું ભોજન, કંદમૂળ, બરફ, ઠંડાપીણાં, ચોકલેટ વગેરેથી અભડાયું નથી.
તે પાંચ વર્ષની હતી અને એક પ્રસંગ બની ગયો. સ્કુલમાંથી એક દિવસ માટે ટુર જવાની હતી. સવારે નીકળી રાત્રે પાછા આવવાનું હતું. મમ્મીએ ઉકાળેલા પાણીની વોટરબેગ અને નાસ્તાનો ડબ્બો તૈયાર કરી આપ્યો અને મોક્ષાને સમજાવી દીધું “બેટા ! ટુરમાં તો બધું જમવાનું અભક્ષ્ય હશે, કંદમૂળવાળું હશે. પાણી કાચું હશે, તેથી તે કોઈપણ વસ્તુ ન ખાતી:ભૂખ લાગે ત્યારે ડબ્બામાંથી ખાજે અને વોટરબેગમાંથી પાણી પીજે. બેટા! વચ્ચે વચ્ચે બધાને આઈસ્ક્રીમ, ચોકલેટ, કેડબરી વિગેરે આપશે, પણ તું કાંઈ લેતી નહીં, બેટા ! હજુ આ અભક્ષ્ય વસ્તુથી તારું મો ગંદુ થયું નથી, તો ભૂલેચૂકે ટુરમાં મોં ગંદુ ના કરતી. અભક્ષ્ય ચીજો ખાવાથી ખૂબ પાપ લાગે. નરકમાં જવું પડે માટે બેટા ! ધ્યાન રાખજે.”
મોક્ષાને સમજાવી ટીચરને પણ બધી વાત સમજાવી દીધી. આટલી નાનકડી છોકરી તેને કદાચ કાંઈ ખબર ન પડે અને નાના છોકરાઓને સારી સારી વસ્તુઓ ગમે, ભાવે તેથી ખાઈ પણ લે, તેથી ટીચરને પણ સમજાવી દીધું હતું.
મમ્મી તો સ્કુલમાં મૂકીને ગઈ. બસ ઉપડવાને વાર - ગિરીબ પેટ પૂરવા મજૂરી ક્રે તો અમીર મન ભરવા મજૂરી ક્રે.
Jain
Sાના કાકા અને
-
--------------
Di Jary.org