________________
જ
(૩૩)*- -- જઈને શત્રુંજયગિરિરાજની યાત્રા કર, દાદાના પ્રભાવે તારું આ મૂંગાપણું દૂર થઈ જશે, ઉદયસૂરિદાદા જેવા સરળ મનના સાધુપુરુષની વાણી સફળ જ નીવડશે, એમ માનીને હું શ્રદ્ધાભેર શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા આવ્યો. જીવનની એ સર્વપ્રથમ યાત્રા હતી. સાડાત્રણ હજાર પગથિંયા ચઢીને જયાં મેં આદીશ્વરદાદાના દર્શન કર્યા, ત્યાં આપોઆપ જ કોઈ પ્રયત્ન વિના મારા મુખમાંથી શબ્દો સરી પડયા કે, “દાદા તું મહાન છે ?' બસ, તે ક્ષણથી મારો અંતરાય તૂટી ગયો. હું સ્વસ્થ માનવીની જેમ ત્યારથી બધું બરાબર બોલી શકું છું. એ પછી વર્ષો વર્ષ હું અહીંયાત્રાએ આવતો રહું છું. આજેય એ રીતે યાત્રાએ આવ્યો.
શ ૨૪. નયનોમાં તેજ આપે, ચક્ષુદાતા ભગવાન છે | મુંબઈમાં વસતો એક સંપત્તિસમૃદ્ધ, સંસ્કારસમૃદ્ધ જૈન પરિવાર. સંપત્તિ કરતાંય સંસ્કારોની સમૃદ્ધિ ચડિયાતી. એ પરિવારની સુશીલ કન્યાનાં લગ્ન લેવાયા. લગ્નનો દિવસ હતો તા. ૧૯-૧-૨૦૧૧નો.
બધી ધારણાને ધૂળમાં મેળવી દે અને અણધારી રીતે આફતની ઝંઝાઝડી વરસાવી દે એનું જ નામ તો સંસાર! લગ્નની આગલી સાંજે તા. ૧૮મી જાન્યુઆરીએ કન્યાને આંખોમાં એકાએક કોઈ તકલીફ એવી થઈ ગઈ કે સદંતર દેખાતું બંધ થઈ ગયું, આંખે અંધાપો આવી ગયો. બીજે જ દિવસે લગ્ન હતા, એથી કન્યાની ચિંતા વધી ગઈ. એણે રાત્રે “માને વાત કરી. “મા”એ તત્કાલ તો હૈયાધારણા આપીને કહ્યું “બહુશ્રમના કારણે આ થયું હશે. તું અત્યારે શાંતિથી આરામ કરી લે. સવારે ગુિસ્સામાં કોઈ નિર્ણય નક્ષતા, અતિ આનંદમાં બ્રેઈને વાયદો ન કરતા.)
Jain Education international
-------
-------
----
-
-
---- બનાary.org