________________
બજેટ (૨૧) પૂજા-જિનવાણી ચાલુ રાખ્યાં. સાથે મક્કમતાપૂર્વક સામાયિક પણ કરવા માંડયો. દિવસમાં ૧૦ બાંધી નવકારવાળી ગણે. અરે ! આગળ વધીને શ્રાવકના બાર વ્રત પણ ઉચ્ચર્યા છે. દર પૂનમે શ્રી શંખેશ્વર પ્રભુની જાત્રા કરવા પણ જાય છે. સાધુ - સાધ્વીની અવસરે ભક્તિ કરે છે. સંઘની ભક્તિ કરે.
પ્રતિકૂળતા વચ્ચે પણ સત્ત્વ ફોરવી આરાધના કરનાર યુવાનને નતમસ્તકે વંદના અને અનુમોદના તો કરશો ને...!!
થી ૧૪. લગ્નનો અભુત જમણવાર જ - વિદ્વર્ય પૂ. આ. શ્રી અભયશેખરસૂરીશ્વરજીની નિશ્રામાં વિ. સં. ૨૦૬૧માં ઉપધાન તપની આરાધના થઈ, સ્થળ હતું એ વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાનનગરનો ટેકરો, પાલડી. સુશ્રાવક શ્રી કીર્તિભાઈ પંચાસરાવાળાએ પણ ઉપધાન કર્યા. એક ભાવના પ્રગટી કે ચોથું વ્રત લેવું જ છે. બીજા પણ ભાગ્યશાળીઓને પ્રેરણા કરતાં બીજા ૪૩ યુગલો અને ત્રણ બેનો તૈયાર થયા. સમૂહમાં તે સહુએ બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરાવ્યું.
કીર્તિભાઈના ત્રણ દીકરામાંથી એક દીકરાના લગ્ન પ્રસંગે રાત્રે પાર્ટીનો વિચાર ઘરમાં સગા-સંબંધીઓ કરી રહ્યા હતા. કીર્તિભાઈ વિચારમાં પડ્યાં. રાત્રિભોજન તો નરકનું દ્વાર છે. આટલા બધાને રાત્રિભોજન કરાવીને આપણે કઈ નરકમાં જવું છે.? ના, મારે આનો કોઈક ઉપાય વિચારવો જ રહ્યો. દીકરાને સમજાવ્યું કે, “જો તારી ભાવના થાય તો સંસારી સંબંધીઓને બદલે સાધર્મિક ભાઈઓને આમંત્રણ આપી બપોરનું સ્વામિવાત્સલ્ય ગોઠવીએ તો કેમ? સાથે રાત્રિભોજનના જિજા કોને આપવા માંગો છો? શ્રીમંતનેbસંતાનને?)
Jain Education interratona
or personalitate use only
www.jamemorary.org