________________
૯૯
(૧૯)૯૯૦૯૯૯ જડેલું ખખડધજ અને અત્યંત અસ્તવ્યસ્ત રાચરચીલું ધરાવતા ઘરમાં આખો દિવસ ગુમસુમ બેસી રહે છે. હેમેન્દ્રભાઈ આખો દિવસ સવારે ૧૦ થી રાતના ૮ વાગ્યા સુધી દુકાનની સર્વિસ કરીને પાછા ફરે ત્યારે પણ કોઈપણ પ્રકારની સંવેદના જોવા મળતી નથી. બહેનોને જાતે કોઈ પણ પ્રકારનું કામ કરી શકવાની ત્રેવડ પણ નથી. રાત્રે પેશાબ કરાવવા માટે હેમેન્દ્રભાઈને ત્રણથી ચાર વાર ઉઠવુ પડે છે.
તેઓ ને હંમેશા રાત્રે અડધા જાગતા અને અડધા સૂતેલા રહેવું પડે છે. પોતે જાણે છે કે બહેન સહેજ પણ કશું નવું શીખી શકે તેમ નથી છતાં રોજ રસોડામાં રાંધતા હોય ત્યારે બહેનોને ઉભી રાખીને કેવી રીતે રંધાય એવું સમજાવતા હોય છે. ત્રણેય બહેનોની માનસિક પરિસ્થિતિ એ છે કે આપો તો ખાય બાકી સામેથી કયારેય પૂછતા નથી ભાનુમતી બહેન વારંવાર બિમાર પડી જાય છે. તાવ આવે ત્યારે અનેક રાતોના ઉજાગરા કરવા પડે છે. હેમેન્દ્રભાઈ કહે છે કે “એ ભલે કશું જ શીખી શકે તેમ ન હોય પરંતુ આમ કરવામાં મને મજા આવે છે. ત્રણ દુઃખિયારી બહેનો સાથે આ રીતે સમય પસાર કરીને ભાઈ ઉપરાંત મા-બાપ બનવાના પ્રયત્ન કરું છું. હેમેન્દ્રભાઈને સારું રાંધતા આવડતું નથી. આથી બહેનોને સારું ખવડાવવાની ઈચ્છા થાય ત્યારે બહારથી મિઠાઈ, નાસ્તો વગેરે લાવીને ખવડાવે છે. વારતહેવાર હોય ત્યારે અડોશપડોસમાંથી કોઈને રાંધવા બોલાવે છે. વર્ષોથી સવારે એક જ ટાઈમ જમે છે સાંજે ખાખરા કે દૂધ ખાઈને ભાઈ બહેનો ચલાવી લે છે. મંદ બુદ્ધિ હોવાથી બહેનો હાવામાં ચોકસાઈ રાખતી નથી એટલે માથામાં જિમ + જખમ + જોખમ + મ = જિંદગી )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org