________________
૪૯૯૯૯૯૯૯૯૮)-ક-૯-૯૦૯૯-૦૯ ગમવા છતાં નાનપણથી ધર્મ – ક્રિયાઓમાં જોડ્યો. ઈનામલાલચો અને દબાણપૂર્વક અને પંચપ્રતિક્રમણ, નવસ્મરણ સુધીના સૂત્રો ગોખાવ્યા. જીવવિચાર વિગેરેના ઘરે ટ્યુશન ગોઠવી અર્થો કરાવ્યા. જીવનમાં આવતા દુઃખોને પચાવી દેનાર જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, કર્મવિજ્ઞાન, રોજ રાત્રે નાના હતા ત્યારે વાર્તાઓ, યુક્તિઓ દ્વારા હૃદય સોંસરવું ઉતાર્યું. માના આ અનંતા ઉપકારોને વાળવાનો બહુ મોટો અવસર મળ્યો છે. મારે માત્ર મા ની શારીરિક સેવાથી અટકવું નથી પણ તેના આત્માનું કલ્યાણ થાય, અંત સમયે સમાધિ મળે, પરભવ સારો મળે એની પણ વિશેષથી કાળજી કરવી છે. અને જો હું સમાધિ આપવામાં નિમિત્ત બનીશ તો જ મા ના ઋણમાંથી કઈક અંશે મુક્ત થઈશ. - તરત જ આખા પરિવાર ને ભેગો કર્યો. માની શારીરિક તેમજ આત્મિક કાળજીના મહત્વના નિર્ણયો કર્યા અને ઉપકારી ગુરુભગવંતોના માર્ગદર્શન હેઠળ ગૃહજિનાલય માટે નવો પ્લોટ ખરીદવાનો હતો. તે ખરીદી તેમાં માત્ર ૧ જ માસમાં સારા મુહૂર્ત ઉપકારી માના હાથે બેનમૂન ગૃહજિનાલયની પ્રતિષ્ઠા કરાવી. ભગવાન સતત દેખાયા કરે એ રીતે માની પથારી રાખી. આખી રૂમમાં સતત પ્રભુ જ દેખાયા કરે એ રીતે ફોટાઓ લગાડયાં.
દરરોજ સાંજે પોતાના મધુર કંઠે સમાધિમય ગીતો સંભળાવે. વિશિષ્ટ દિવસે મંડળો બોલાવી ઉપકારી માની પથારી પાસે ભાવનાઓ ગોઠવે. નજીકના ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજી ભગવંત આવે તો આગ્રહપૂર્વક વિનંતી કરીને ઘરે લઈ જ આવે. માના હાથે વહોરાવડાવે અને સાધુ-સાધ્વીજી ભગવંતને બાજુમાં સમસ્યા વિકટ નથી કેમકે પ્રભુ નિકટ છે.)
Jain Educacion Internation
Porrersonaranate ose-omga
jainemorary.org