________________
૯૯૯ ૯ (૩૬) નથી કરવા એવો દૃઢ નિર્ધાર કર્યો તેમાં પણ મારા પાપોદયે ન ફાવી ઘરના બધા મારા પર તૂટી પડયા. અને લગ્ન કરવા પડયાં. સંસારના કાદવમાં ખૂંપવું પડયું અબ્રહ્મના ભયંકર પાપથી અભડાઈ ગઈ.
પતિદેવ ખરી વાત એ છે કે આજે મેં અને તમે આચાર્ય ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યું, શું બ્રહ્મચર્યની મહાનતા અને અબ્રહ્મની ભયંકરતા આચાર્ય ભગવંતે દેખાડી છે. ત્યારથી મનમાં સંકલ્પ કર્યો છે કે જો આપ સંમત થાઓ તો આજથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આજીવનની લેવી છે.
પતિદેવ આ અભાગણી દીક્ષા તો ન લઈ શકી (આંખમાંથી ટપ-ટપ આંસુ પડવા લાગ્યા હૈયુ ભરાઈ ગયું ) અરે સંસારમાં રહીને પણ બ્રહ્મચર્ય ન પાળી શકી. હવે. હવે તો બહુ થઈ ગયું. પતિદેવ જો આપ પ્રસન્નતાપૂર્વક સમ્મતિ આપો ! સાથ આપો તો ! આપણે બન્ને સંપૂર્ણ જીવન બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી લઈએ....
વૈરાગ્ય અને અસરકારક રજૂઆતે પતિના હૃદયને હલાવી દીધું. છેવટે પોતે ઉચ્ચકુળના સંસ્કારી નબીરા હતા. કાચી સેકંડોમાં પતિદેવે જવાબ હકારમાં આપી દીધો.
આચાર્ય ભગવંત સાથે વાત થઈ ગઈ. સારા મુહુતે નાણ સમક્ષ ર૬ વર્ષની ઉંમરે સુખી-સંપન્ન, રૂપવાન અમે બંને પતિપત્નિએ આજીવન સંપૂર્ણ બ્રહ્મચર્ય ઉચ્ચારી લીધું.
સાધ્વીજી ભગવંત ર૬ વર્ષે ભર યુવાન વયે જે પતિદેવે મને શીલરત્નની ભેટ આપી તે પતિદેવ હવે જો પત્થરોથી મારે તો પણ તેની સામે મારે ન જોવાય.
બોલો ! સાધ્વીજી ભગવંત ! હવે તો મારા પતિદેવ
પ્રમાદ જાય તો પ્રભુનો પ્રસાદ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org