________________
૯૯ ૨૯(૧૨)૯ - - - - મમ્મીએ શાંતિથી મારી દીક્ષા વિગેરેની વાત કરી.
“એમ એ જૈન સાધુ બનવાનો છે? તો છોકરા.. ચાલ . આ મંદિરના મુખ્ય મહંતના આશિર્વાદ લઈ લે.. હજારો લોકો એમના શરણે આવે છે. અને એ સંન્યાસી, આખા પરિવારને ૭૦ વર્ષના, મોટી દાઢીવાળા, ભયાનક દેખાતા મહંત પાસે લઈ ગયા. ત્યાં પણ ચામુંડામાતાની દેરીમાં બનેલા પ્રસંગનું પુનરાવર્તન થયું. બધા મહંતના પગે લાગ્યા, હું અક્કડ બની ને ઉભો રહ્યો, મમ્મીએ પગે લાગવા કહ્યું, મેં સ્પષ્ટ ના પાડી, મહંતે આ બધુ જોયું..
“કેમ છોકરા? મને કેમ પગે નથી લાગતો?”
“મહંતજી ! એણે તો માતાજીને પણ નમન નથી કર્યા. એ જૈન સાધુ બનવાનો છે.” પેલા સંન્યાસીએ સીધો ધડાકો કર્યો. મહંતના મોઢા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી.
છોકરા ! માતાજી કોપાયમાન થશે, તો તારું સત્યનાશ કાઢી નાખશે.” શ્રાપ જેવી ભાષામાં મહંતજી બોલ્યા, મમ્મી વગેરે તો ધ્રુજી ગયા, હું પણ જરાક ગભરાયો તો ખરો, પણ એમ કાંઈ દબાઈ જાઉં થોડો !
“માતાજી કરુણાવાળા હોય હું એમનો બાળક એમને ન નમું એટલે એ મારું સત્યનાશ થોડા જ કાઢે? અને જો એવું કરે તો એ માતાજી ન કહેવાય. એ ચંડાલણ, ડાકણ, ચૂડેલ જ કહેવાય ને..” હું બોલ્યો અને મહંત છોભીલા પડી ગયા. શું જવાબ આપવો એ એમને ન સૂઝયું. અલબત્ત પરિવારવાળા તો સખત ગભરાઈ ગયેલા, મમ્મી મને અટકાવતી હતી, પણ મારું ધ્યાન એ તરફ ન હતું.
પણ તને વાંધો શું છે ? માતાજીને કમને નમન ( વિરાધનાની ધમાલ છોડે,આરાધનાની કમાલ માટે દોડે. )
Jain Education Internatonal
For Personal & Private Use Only
www.jainelibrary.org