________________
નજ જન જન ના ના નામ ૨૪) ના નાના નાના નાના-નાઉપયોગી બન્યા. દીકરાના પ્રશ્ન પછી બાપે કંદમૂળને કાયમ માટે અલવિદા કરી દીધા.
ચાતુર્માસમાં ઉપધાન થવાના હતા. દીકરાએ પપ્પાને ફોર્મ બતાવી સહી કરવાનું કહ્યું. પંકજભાઈએ ઘણું સમજાવ્યું કે તું નાનો છે. તારાથી ન થાય. ૪૮ કલાકે ખાવાનું એકવાર મળશે. રાત્રે પાણી પણ નહી પીવાય વિગેરે ઘણું ઘણું. પરંતુ દીકરો મક્કમ હતો. મારે તો કરવું જ છે. આખરે પિતાએ ફોર્મ ભરી સહી કરી આપી. ઉપધાન પૂર્વે પૂજયશ્રીને મળવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ મમ્મીને પ્રેરણા કરી કે તમે પણ ઉપધાન કરી લો. ઉપધાનની શરૂઆતને માત્ર ૯ દિવસ બાકી હતા. ઘરમાં માતા-પિતાને થોડી તકલીફ હતી. પરંતુ પત્નીને પણ ભાવના જાગતા પંકજભાઈએ હા પાડી. પત્નીનું ફોર્મ ભરાયું.
ઉપધાન પ્રવેશના આગલા દિવસે રાત્રે પત્ની કહે કે તમારે આવતી કાલે રવિવારની રજા છે. તમે એક દિવસ કરી તો જુવો પછી સોમવારે સવારે પાછા આવતા રહેજો. પંકજભાઈ વિચારે કે છેલ્લા કેટલાય વર્ષોમાં માવાના વ્યસનને લીધે સંવત્સરીના પણ બેસણું નથી કર્યું. ઉપધાનમાં તો એકાંતરે ઉપવાસ પર નવી એકાસણું આવશે. ના, ના, મારાથી નથાય. વિધિ કંઈ આવડે નહિ. નવકાર સિવાય એકેય સૂત્ર આવડે નહિ. પરંતુ વારંવાર ધર્મપત્ની ના આગ્રહથી છેવટે એક દિવસનું વિચાર્યું.
આશ્ચર્ય સર્જાયું. એક દિવસ માટે ગયેલા પંકજભાઈએ આખું ઉપધાન સહપરિવાર પૂર્ણ કર્યું. પછી તો જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. રાત્રિ ભોજન ને માવા તો રવાના થઈ ગયા. પરંતુ હાલમાં બે પ્રતિક્રમણ જેટલા સૂત્રો કંઠસ્થ કર્યા. તત્ત્વજ્ઞાનના વર્ગમાં જતા થઈ ગયા છે. રોજ જિનવાણીશ્રવણ, પ્રતિક્રમણ પણ કરે છે. ખરેખર
આપણને ભણાવનાર મા-બાપ હવે અભણ લાગે છે.
Jain Education International
For Personalatvate use only
www.jamemorary.org